ખાંનગી કંપની મા નોકરી ના મળી તો મહેનત કરી ચાર સરકારી નોકરી મેળવી અને આખરે Dysp
જયારે કોઈ વાત નો નિર્ધાર કરવામા આવે અને એની પાછળ સખત મહેનત કરવામા આવે ત્યારે સફળતા મળે જ આ વાતને સાબીત ૠતુ રાબા એ કરી બતાવી જે જેવોને એક સમયે ખાનગી કંપની મા નોકરી નહોતી મળી અને પછી નિર્ધાર કર્યો કે એક સમયે માતા પિતા નુ નામ રોશન કરશે ત્યારે સખત મહેનત થી 4 સરકારી નોકરી મેળવી હતી અને આખરે ડીવાય એસપી પણ બન્યા હતા.
આપણે જેમની વાત કરીએ છીએ એ સુરેન્દ્રનગર બોરણા ગામના ૠતુ રાબા ની છે કે જેવો એ 12 સાયન્સ નો અભ્યાસ રાજકોટ મા કર્યો હતો અને કેમ્પસ મા ઈન્ટરવ્યુ યોજાયું ત્યારે તેવો નુ સીલેક્શન પણ નહોતુ થયુ. બસ આજ તેમના જીવન નો ટર્નીંગ પોઈન્ટ બની ગયો. ત્યાર બાદ ત્રણ વર્ષ સખત મહેનત અને પોતાના ધ્યેય સીવાય બીજુ કશુંજ નહી માતા પિતા નુ સપનું પુરુ કરવા અથાગ મહેનત કરી.
જેમા સ્પીપાની પરીક્ષા પાસ કરી અને મહેનતનું પરિણામ પણ મળ્યું. પહેલી નોકરી ચીફ ઓફિસરની મળી. પરંતુ સપનું કાઈક અલગ હતુ જેથી વાંચન માટે સમય ઘટતો હોવાથી થોડો સમય ડીવાયએસઓ તરીકે નોકરી કરી. બાદમાં લેબર ઓફિસર તરીકે પસંદગી થઈ. નોકરી સાથે રાત્રે વાંચન શરૂ હતુ. અંતે તેઓ 2018 મા ડીવાયએસપી બની ગયાં.
ૠતુ રાબા નુ માનવુ છે કે વર્ધી થી વિશેષ બીજું કોઈ વસ્ત્ર નથી અને જયારે સૌ પ્રથમ વાર વર્ધી પહેરી ત્યારે તેવો ની આંખ માંથી હરખ ના આંસુ છલકાયા હતા.