માણસો ની અદાલત તો સાંભળી હતી પરંતુ આ શું ? સાપ ની અદાલત ! અહી ભરાઈ છે સાપ ની અદાલત અને અહી આવે છે…….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક લોક્તાન્ત્રિક દેશ છે માટે આહી તમામ લોકો કે જે ગુનાહ કરે છે તેમને એક પધ્તી પ્રમાણે શિક્ષા કરવામાં આવે છે આ માટે દેશના કાયદા નો ઉપયોગ કરવામાં આવે છે અને જે વ્યક્તિ એ ગુનો કર્યો હોય તેને અદાલત સમક્ષ રજુ કરવામાં આવે છે. અહી અદાલતમા તે વ્યક્તિ પોતાનો ગુનો કબુલે છે ત્યાર બાદ તેને તેના ગુનાહ ના પ્રમાણ માં સજા કરવામાં આવે છે.
જોકે આ બાબત થી આપણે સૌ માહિતગાર છીએ. અને આપણે બધા આ પ્રક્રિયા અંગે જાણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં એક એવી પણ અદાલત છે જ્યાં માણસોની નહિ પરંતુ સાપ ની પેસી કરવામાં આવે છે. શું તમે આ જગ્યા વિશે જાણો છો ? તો ચાલો આપણે આજે આ જગ્યા પર જઈએ કે જ્યાં એવી માન્યતા છે કે અહી સાપોની અદાલત ભરાઈ છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તાર કે જ્યાં સાપ ની અદાલત લાગે છે તે મધ્ય પ્રદેશ ના સિહોર જિલ્લાના લાસુડીયા પરિહાર ગામમાં આવેલો છે. અહી સિહોર જિલ્લાથી લગભગ ૧૫ કિલોમીટર દુર આવેલા આ ગામના રામ મંદિર માં આવી સાપ ની અદાલત થાય છે. જોકે આ પરંપરા લગભગ ૧૫૦ વર્ષ જૂની માનવામાં આવે છે. આ ગામના મહારાજ નંદગીરી મહારાજ ના જણાવ્યા અનુસાર તેમની ત્રોણ પેઢી આવી રીતે સાપ ની અદાલત બોલાવે છે અને તેમાં સાપની પેસી પણ કરે છે. હવે આ બાબત ને અંધ વિશ્વાસ કહો કે પછી હકીકત પણ દર વર્ષે હજારો લોકો અહી આવે છે અને પોતાને સાપ શા માટે કરડ્યો તેનો જવાબ મેળવવાની કોશીસ કરે છે. આવી અદાલત સવાર ના સમયે શરુ થાય છે અને પછી સાંજના સમયે પૂરી થાય છે.
જો વાત આ અદાલત અંગે કરીએ તો અદાલત દર વર્ષે દિવાળીના બીજા દિવસે લાગે છે. અહી હનુમાનજી ની મડિયાની સામે સાપોની પેસી કરવામાં આવે છે. આ અદાલત ની શરૂઆતમાં સાપની રચના વાળી થાળી ને ઢોલની જેમ વગાડવામાં આવે છે. જેના પછી જે લોકો ને સાપ કરડ્યો હોઈ તે લોકો જુમવા લાગે છે. અને નાગ દેવતા સ્વયમ આવા લોકોના શરીર માં પ્રવેશ કરે છે. અને પોતે આ માનવીને શા માટે કરડયા તે અંગે ખુલાસો કરે છે. જેમાં નાગ દેવતા વિવિધ કારણોજણાવે છે. ત્યાર બાદ વ્યક્તિ ફરીવાર આવું કામ નહિ કરે તેવું વચન આપે છે. તમે આ માન્યતા ને કઈ રીતે જોવો છો તમારા વિચાર જણાવો.