અમદાવાદ, વડોદરા , પોરબંદર જેવા શહેરો જુના જમાના કેવા લાગતા હતા ??? જુઓ ભાગ્યે જ પહેલા જોયેલી આ તસવીરો
આજે અમે આપના માટે લઈને આવ્યા છીએ એવી જૂની તસ્વીરો જે ગુજરાતના મહાનગરોની છે. આવી તસ્વીર તમે ભાગ્યે જ જોઈ હશે. સમય સાથે ઘણું બદલાઈ જાય છે. એ વાતની સાબિતી છે, આ તમામ તસ્વીરો. ચાલો અમે આપને આ તસવીરો વિશે ટૂંકમાં માહિતી આપીએ કે, કઈ તસ્વીરો ક્યાંની છે અને એની સાથે શું ઇતિહાસ જોડાયેલ છે. ખરેખર આ તમામ તસ્વીરો આપણા ઇતિહાસની યાદ અપાવે છે.
આપણે જાણીએ છે કે, અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે, જે 11મી સદીમાં આશાવલ તરીકે ઓળખાતું હતું, જેના સમયે સમયે નામ બદલાયા છે અને ત્યારબાદ તે કર્ણાવતી તરીકે પણ ઓળખાતું હતું અને 15મી સદીની આસપાસ આ શહેર અમદાવાદના નામે જાતું થયું હતું. વર્ષ 1901ની છે, ત્યારે અમદાવાદમાં બજાર આવા દેખાતા હતું.
19મી સદીમાં અહેમદશાહ બહાદુરનો મહેલ છે. આ તસ્વીર અમદાવાદના વિન્ટેજ પોસ્ટકાર્ડમાં પણ સામેલ કરવામાં આવી હતી. હઠીસિંહનાં દેરા એ અમદાવાદનું ઐતિહાસિક, પૌરાણિક તેમજ જોવાલાયક સ્થળ છે. હઠીસિંહનાં દેરા જૈન નગરશેઠ હઠીસિંહે બંધાવેલા જૈન દેરાસર છે, ઈ.સ. ૧૮૫૦માં નિર્માણ થયું હતું.
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે. તે અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈ.સ. ૧૪૨૪માં બનાવડાવી હતી. આ મસ્જિદનું નિર્માણ થયું હતું. ભદ્રના કિલ્લો અમદાવાદનો ઐતહાસિક દરવાજો છે. ઇસ ૧૪૧૫માં બન્યા બાદથી તે ઐતહાસિક ઘટનાઓ સાથે જોડાયેલ છે. દરવાજાને ત્રણ કમાનો આવેલી છે, તેની કમાનોની વચ્ચેની જગ્યા અત્યંત કોતરણીવાળી અને શણગારેલ છે.
ગિરનાર પર્વત પર આવેલ મા અંબેનું મંદિર એટલે શક્તિપીઠોમાંનું એક અંબાજી, આ મંદિર પૂર્વાભીમુખ છે અને તેના ગર્ભગૃહમાં મુખારવિંદની રૂપે માતાજી બિરાજમાન છે. આજે અહીંયા રોપ-વેની સુવિધા પણ છે.
ભદ્રનો કિલ્લો ૧૪૧૧ની સાલમાં અહેમદ શાહ પહેલાએ બંધાવ્યો હતો. તેના કલાત્મક રીતે બંધાયેલા રાજવી મહેલો, મસ્જિદો અને દરવાજાઓ સાથે તેનો જીર્ણોદ્ધાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઈન્ડિયા દ્વારા શહેરના સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે કરાઈ રહ્યો
જૂનાગઢનું આ સ્વામીનારાયણ મંદિર જીણાભાઇ દ્વારા ભેટ કરાયેલી જમીન પાર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં 1 મે 1828ના રોજ સ્વામિનારાયણએ જાતે પોતાના હાથે શ્રી રણછોડરાય અને ત્રિકમરાયને મંદિરમાં મુખ્ય ભગવાન તરીકે સ્થાપિત કર્યા હતા.આજે આ મંદિર સુવર્ણ રૂપ બની ગયું છે.
કાલુપુર રેલવે સ્ટેશન હાલનું સૌથી વ્યસ્ત ગણાતા રેલવે જંક્શનોમાંનું એક છે. વર્ષો પહેલા અહીંયાંથી હૈદરાબાદથી મીરપુર ખાસ, ખોખરાપર, મુનાબાઓ, બારમેર, લૂની, જોધપુર, પાલી, મારવાડ, પાલનપુર થઈને અમદાવાદ પહોંચતી હતી. આનું બાંધકામ ગોકુલદાસ કોન્ટ્રાક્ટર અને એસોસિએટ્સ દ્વારા કરવામાં આવ્યું છે.