Sports

ખુશ ખબર ! ગુજરાત ને ચેમ્પિયન બનાવનાર હાર્દિક ને BCCI એ આપી મોટી ભેટ હવે ટીમ ઈન્ડિયા નો..

ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યા બાદ IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, જે બાદ BCCIએ પંડ્યાને પ્રમોટ કર્યા છે. ગુજરાતના ખેલાડી હાર્દિક પંડ્યાને સી ગ્રેડમાંથી સીધો A ગ્રેડમાં પ્રમોટ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પંડ્યાને વર્તમાન વર્ષમાં ડિમોટ કરવામાં આવ્યા હતા પરંતુ હવે 2023માં પ્રમોશન આપવામાં આવ્યું છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો ગ્રેડ અપગ્રેડ કર્યો છે. બીસીસીઆઈએ હાર્દિકને સી ગ્રેડમાંથી સી ગ્રેડમાંથી એ ગ્રેડમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કર્યો છે. પંડ્યાને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2022માં સી ગ્રેડમાં ઉતારવામાં આવ્યા હતા. પરંતુ 2023ના કોન્ટ્રાક્ટને ફરીથી A ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યો છે. હાર્દિકને માત્ર એક વર્ષમાં ડિમોટથી પ્રમોટ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિકને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની આ શ્રેણી 1-0થી જીતી લીધી છે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ પછી ભારતે બીજી મેચ 65 રને જીતી હતી અને ત્રીજી મેચ ટાઈ થઈ હતી. નેપિયરમાં રમાયેલી મેચમાં હાર્દિકે અણનમ 30 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે ટી20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિકે 33 બોલમાં 63 રન બનાવ્યા હતા.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!