Sports

ગુજરાતના મહાનાયક એવા હાર્દિક પંડયાનો IPL માં ધડાકો! આ મામલમાં રોહિત-ધોનીને પાછા પાડી દીધા… જાણો શું છે?

IPL 2023 માં, ગુજરાત ટાઇટન્સ ટીમ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં અજાયબીઓ કરી રહી છે. ગત સિઝનની ચેમ્પિયન ગુજરાતે આ સિઝનમાં 7માંથી 5 મેચ જીતી છે અને 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. છેલ્લી મેચમાં ગુજરાતે મુંબઈ ઈન્ડિયન્સને 55 રને હરાવ્યું હતું. આ જીત સાથે હાર્દિક પંડ્યા IPL ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. IPLની 35મી મેચમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાતે મુંબઈને હરાવ્યું હતું. આ જીત સાથે, તે ઓછામાં ઓછી 20 મેચોમાં કેપ્ટનશીપ કરનાર IPLનો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. આ મામલામાં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીને પણ પાછળ છોડી દીધો છે.

પંડ્યાએ 21 મેચમાં કેપ્ટનશીપ કરી છે. વાસ્તવમાં, જ્યારે મંગળવારે ગુજરાતે મુંબઈને હરાવ્યું, ત્યારે કેપ્ટનની સૌથી વધુ જીતની ટકાવારીની યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. જો કે, આ યાદી એવા ખેલાડીઓની છે જેમણે ઓછામાં ઓછી 20 મેચોમાં કેપ્ટનશીપ કરી છે. જેમાં પંડ્યા ટોપ પર છે. આ યાદીમાં સામેલ હાર્દિક પંડ્યાએ આઈપીએલમાં અત્યાર સુધી 21 મેચમાં ટીમનું સુકાન સંભાળ્યું છે.

પંડ્યાની જીતની ટકાવારી 75 ટકા છે. 21 મેચમાં કેપ્ટનશિપ કરી ચૂકેલા પંડ્યાએ 15માં જીત મેળવી છે અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે, હાર્દિકની જીતની ટકાવારી 75 છે અને તે આ યાદીમાં ટોપ પર છે. તમને જણાવી દઈએ કે 2022 થી પંડ્યા ગુજરાતની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ 217 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં 128 જીત અને 88 હાર છે. તે આ યાદીમાં બીજા નંબરે છે. માહીની જીતની ટકાવારી 58.99 છે. રોહિત શર્મા આ યાદીમાં 8મા નંબરે છે, તેની જીતની ટકાવારી 56.08 છે. રોહિતથી આગળ સચિન તેંડુલકર, સ્ટીવ સ્મિથ, અનિલ કુંબલે, ઋષભ પંત અને શેન વોર્ન છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!