Sports

Csk ને લઈને હરભજન સિંહનું મોટુ નિવેદન! કહ્યું કે ટીમની આ વાત છે મોટી કમઝોરી.. જાણો શું કહ્યું?

આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ ક્વોલિફાયર રમાશે. આ મેચ ચેન્નાઈના ચેપોક મેદાન પર રમાશે. આ ચેન્નાઈ સુપર કિંગ્સનું હોમ ગ્રાઉન્ડ છે. અને આ એક કારણને કારણે આ મેચમાં તેનું પલ્લું ભારે માનવામાં આવી રહ્યું છે. જોકે હરભજન સિંહનું માનવું છે કે ચેન્નાઈની ટીમે આ વર્ષે પોતાના હોમ ગ્રાઉન્ડ પર શ્રેષ્ઠ રમત દેખાડી નથી. આ વર્ષે ચાર વખતની ચેમ્પિયન ટીમ આ મેદાન પર સાતમાંથી માત્ર ચાર મેચ જીતી શકી છે.

રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે તેને ચેપોકમાં હરાવ્યો છે. પંજાબ અને રાજસ્થાન સામેની મેચ ખૂબ જ નજીક ગઈ હતી પરંતુ અંતે ચેન્નાઈ મેચ હારી ગઈ હતી.

ગુજરાત ટાઇટન્સ સામે પણ તેનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત સામેની ત્રણેય મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.ચેન્નાઈ સુપર કિંગ્સ ફરી એકવાર તેના હોમ ગ્રાઉન્ડ પર છે. જો કે આ બધું હોવા છતાં હરભજન સિંહનું માનવું છે કે ચેન્નાઈ પ્લેઓફમાં સારો દેખાવ કરશે.

હરભજને સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું, ‘ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ ખૂબ જ કપરી બનવાની છે કારણ કે બંને ટીમો જાણે છે કે મોટી મેચ કેવી રીતે જીતવી. ચેન્નાઈ સુપર કિંગ્સને ઘરઆંગણે રમવાનો મોટો ફાયદો છે. તેઓ પરિસ્થિતિને સારી રીતે સમજે છે પરંતુ એ પણ સાચું છે કે આ વર્ષે હોમ ગ્રાઉન્ડ પર તેમનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. હું આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છું.

હરભજને એમ પણ કહ્યું કે ડેવોન કોનવે અને રૂતુરાજ ગાયકવાડે ટાઇટન્સ સામેની આ નિર્ણાયક મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.હરભજને વધુમાં કહ્યું, ‘રુતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરવું પડશે. તેઓ આ સિઝનમાં એકબીજાના પૂરક તરીકે રમી રહ્યા છે.

તેણે આગળ કહ્યું, ‘તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને સારી શરૂઆત અપાવી છે. તેણે પોતાની રમતથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે. જે ટીમોના ઓપનરોએ સારી રમત બતાવી છે, તેઓ વધુ રન બનાવે છે. અને તેથી જ ચેન્નાઈ સારી સ્થિતિમાં છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!