Sports

ભુતપૂર્વ ન્યુઝીલેન્ડ ના ખેલાડી બ્રેન્ડન મેક્કુલમે એ કરી ભોટી ભવિષ્યવાણી ! આ ટીમ જીતશે 2023 નો વર્લ્ડ કપ

વિશ્વ ક્રિકેટની સૌથી મોટી લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. કોવિડ પછી પહેલીવાર આઈપીએલ હોમ એન્ડ અવે પદ્ધતિ પર રમાશે. એટલે કે એક ટીમ અડધી મેચ તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે. આ વર્ષની સિઝન જોરદાર ધમાકેદાર રહેવાની છે.

આ વર્ષની સિઝનમાં 10 ટીમો ખિતાબ માટે એકબીજાની વચ્ચે લડતી જોવા મળશે. દરમિયાન, ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર બ્રેન્ડન મેક્કુલમે, જેણે IPLની પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી હતી, તેણે આ ટીમને IPL 2023ની વિજેતા જાહેર કરી છે. ચાલો જાણીએ. ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમ પોતાની ઝડપી બેટિંગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતા. 2008માં IPLની પ્રથમ આવૃત્તિની પહેલી જ મેચમાં બ્રેન્ડન મેક્કુલમે પોતાની ધમાકેદાર બેટિંગથી તોફાન મચાવ્યું હતું.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી આઈપીએલની પ્રથમ મેચમાં મેક્કુલમે 73 બોલમાં 158 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. જેમાં 10 ચોગ્ગા અને 13 ગગનચુંબી છગ્ગા પણ જડેલા હતા. બ્રેન્ડન મેક્કુલમ ગયા વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ પણ હતા.

IPL 2023માં ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન ચેન્નાઈની ટીમ સાથે રમતા જોવા મળશે. ઈંગ્લેન્ડના ટેસ્ટ કોચ મેક્કુલમ પણ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂક્યા છે. સીઝન પહેલા, બ્રેન્ડને તેની ભૂતપૂર્વ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ વિશે વાત કરી અને ટીમની પ્રશંસા કરી. મેક્કુલમે કહ્યું, “ચેન્નઈ સુપર કિંગ્સ પાસે ઉત્તમ સેટઅપ છે, તેઓ ખેલાડીઓની સારી રીતે સંભાળ રાખે છે તેથી બેન સ્ટોક્સની પણ ત્યાં સારી રીતે સંભાળ રાખવામાં આવશે.”

31મી માર્ચથી મહાસંગ્રામ શરૂ થશે. IPL 2023નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. IPL 2023ની પ્રથમ મેચ હાર્દિક પંડ્યાની ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને એમએસ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. તમને જણાવી દઈએ કે IPL 2023માં 10 ટીમો વચ્ચે 70 રોમાંચક મેચો રમાશે. પોઈન્ટ ટેબલમાં ટોચની 4 ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!