પહેલા જમાનામાં મહિલાઓ નીચે બેસીને રસોઈ કેમ બનાવતી જાણો તેનું કારણ અને આ લાભ છુપાયેલ છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં સમયની સાથે બધું બદલાઈ ગયું છે. આજે આપણે જાણીશું કે, પહેલાના સમયમાં આપણા નાની-દાદીમા જેવી અનેક સ્ત્રીઓ બેસીને રસોઈ કેમ બનાવતા? હાલમાં જ એક અહેવાલ મુજબ તેના ફાયદાઓ જાણવા મળ્યા છે. મોર્ડન યુગની સાથો સાથ હવે કિચન તો બદલી ના શકાય, પરંતુ કામ કરવાની રીત બદલીને મહિલાઓ ઘણી બીમારીઓથી બચી શકે છે. હવે પહેલા ની જેમ ભોજન મહિલાઓ નીચે બેસીને નથી બનાવતી.
પહેલા ની મહિલાઓ જમીન પર બેસીને ભોજન બનાવતા હતા.તેમાં એક પગ ક્રોસ પોઝિશનમાં જમીનને ટચ કરતો અને બીજો પગ વાળીને પેટને અડકેલો રહેતો હતો. મહિલાઓના પેટ, પીઠ અને હિપના મસલ્સ પર ભાર પડે છે. દિવસ દરમિયાન ત્રણથી ચાર વખત આ પોઝિશનથી તેમનું પેટ વધતું નહોતું અને શરીર પણ વધતું નહોતું. તેમને લોઅર બેકની તકલીફ પણ થતી નહોતી. આ ઉપરાંત વાસણ ઘસવા, કપડાં ધોવા અને કચરા-પોતા પણ મહિલાઓ બેઠા-બેઠા કરતી હતી. તેનાથી સારી એક્સર્સાઈઝ થતી હતી અને સ્લિમ અને ફિટ રહેતું હતું.
હવે આજના સમયમાં સ્ત્રીઓ ઉભા ઉભા જ રસોઈ બનાવે છે. પ્લેટફ્રોમ પર વાસણ અને સ્ટવની ઊંચાઈ અલગ હોય છે. આ પોઝિશનમાં કામ કરવાથી મહિલાઓને શોલ્ડર પેન અને બેક પેન રહે છે. ઘણી મહિલાઓ ફોન ચાલુ રાખીને કામ કરે છે તો ઘણી ખભા અને કાન વચ્ચે ફોન રાખે છે. આનાથી બોડી મુવમેન્ટ બગડી જાય છે. મોડર્ન કિચનથી મહિલાઓનો બોડી શેપ પણ બગડી રહ્યો છે.
જો મહિલા દિવસમાં બે વાર ભોજન અને બે વાર નાસ્તો બનાવે, તો ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે. ઘણી મહિલાઓ વાસણ પણ ઊભા રહીને ધુએ છે એટલે કે કુલ મળીને મહિલાઓ રસોડામાં 5થી 6 કલાક ઉભી રહે છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રસોડાના કામ વખતે નીચે બેસીને કરવા પ્રયત્નો કરવા. આ કામમાં તમે અન્ય મેમ્બરની મદદ પણ લઈ શકો છો.વધારે ઉભું રહેવા થી અનેક બીમારીઓ થઈ શકે શકે છે. બને ત્યાં સુધી રસોઈ બનાવતી વખતે આરામ લેવો જોઈએ.