EntertainmentGujarat

પહેલી ફિલ્મમાં વિલેનનો નાનો રોલ ભજવનાર હિતેન કુમાર કંઈ રીતે બન્યા સુપરસ્ટાર જાણો..

દરેક દાયકા માં અનેક અભિનેતાઓની નામના હતી એવી જ રીતે ગુજરાતી ફિલ્મજગતામાં વર્ષો અનેક દાયકાઓમાં ગુજારાતી અભિનેતાઓનું રાજ હતુ. જેમાં 80 દશકમાં ઉપેન્દ્ર ત્રિવેદી થકી ગુજરાતી સિનેમાની નવી દિશા મળી અને ત્યારબાદ 90 દશકામા નરેશ કનોડિયા અને હિતેન કુમારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને એક નવી રાહ ચીંધી અને સફળતાનાં શિખરો સર કરાવ્યા!

કહેવાય છે કે,ગુજરાતી સીનેમા રોમાન્ટિક હીરો તરીકે હિતેન કુમારની બોલબાલા હતી.હિતેન કુમારે ગુજરાતી સિનેમાને મહત્વનું યોગદાન આપ્યું છે. 90 નાં દશકા થી લઈને આજના યુગમાં પણ ગુજરાતી ફિલ્મોમાં મહત્વનું યોગદાન રહ્યું છે. આમ પણ કહેવાય છે ને સમયના સંગાથે દરેક અભિનેતા એ મહત્વનું યોગદાન આપ્યું છે. હિતેન કુમારે પોતાની કારકિર્દીની શરૂઆત માત્ર એક નાના રોલ થી કરી હતી પરંતુ દર્શકોના દિલમાં તેઓ એવા વસી ગયા કે લોકોને હિતેન કુમાર ખૂબ જ પસંદ આવ્યા.

હિતેન કુમારે ઉંચી મેડીના ઉંચા મોલ (1998) માં નકારાત્મક ભૂમિકા સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. અને આ જ વર્ષમાં તેમણે ફિલ્મ નિર્માતા ગોવિંદ પટેલે કાસ્ટ કર્યા અને વર્ષ 1998 માં તેમનીફિલ્મ દેશ રે દાદા જોયા પરદેશ માં મુખ્ય અભિનેતા તરીકે ચાન્સ આપ્યો અને આ પહેલી ફિલ્મે ઇતિહાસ સર્જ્યો. હિતેન કુમાર અને રોમાં માણેકની જોડી રાતો રાત લોકપ્રિયતા મેળવી! આ ફિલ્મ ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે અને જેણે 5 થી 10 રૂપિયાની કમાણીમાં 22 કરોડની કમાણી કરી હતી.આ ફિલ્મ બાદ તો તેમની અનેક ફિલ્મો આવી છે અને આજે તેઓ ગુજરાતી ધારાવહીક ફિલ્મો સાથે સંકળાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here