Sports

IPL 2023 માં પણ ગુજરાતનું જબરું ફોર્મ જારી! દિલ્હીને ધૂળ ચટાવી દીધી, આ ખિલાડી રહયા ગુજરાતની જીતનું કારણ…

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું હતું. IPLમાં ગુજરાત ટાઇટન્સે સતત બીજી જીત મેળવી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 162 રન બનાવ્યા હતા જેના જવાબમાં 163 રનનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે 18.1 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે ઓપનર પૃથ્વી શૉને 7 રનમાં અને મિશેલ માર્શની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. જોકે, કેપ્ટન ડેવિડ વોર્નરે 37 રન બનાવીને ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. સરફરાઝ ખાને 34 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે, નવોદિત અભિષેક પોરેલેએ 20 રન અને સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે 36 રન ફટકારીને ટીમને 162 રનના સ્કોર સુધી પહોંચાડી હતી. ગુજરાતની ટીમ તરફથી મોહમ્મદ શમી અને રાશિદ ખાનને 3-3 વિકેટ મળી હતી.

163 રનનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે ઓપનર ગિલ અને સાહાએ 14-14 રન કર્યા બાદ વિકેટ ગુમાવીને શરૂઆત કરી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યા પણ 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે જ સમયે, ઇમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરવા આવેલા વિજય શંકરે 29 રનની તોફાની ઇનિંગ રમીને ટીમના દાવને સંભાળ્યો હતો. સાઈ સુદર્શનની શાનદાર અડધી સદી અને ડેવિડ મિલરના 16 બોલમાં 31 રનની મદદથી ગુજરાતે સિઝનની બીજી જીત મેળવી હતી.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!