EntertainmentGujarat

મોર ના ઈંડા ચિતરવા ના પડે ! કિર્તીદાન ના પુત્ર એ પિતા સાથે ગાયું ગીત…જુઓ વિડીઓ

આપણા ગુજરાતીમાં કહેવત છે કે, મોરના ઈંડા ચીતરવા જ પડે. આ જ કહેવતનો ઉત્તમ ઉદાહરણ એટલે કીર્તિદાન ગઢગીનો નાનો દીકરો રાગ. આપણે સૌ કોઈ જાણીએ છે કે કીર્તિદાન ગઢવી ગુજરાતનાં લોકપ્રિય કલાકારો પૈકી એક છે. આજે તેઓ સંગીતની દુનિયામાં આગવું સ્થાન ધરાવે છે, ત્યારે તેમણે પોતાના દીકરાને નાની ઉંમરથી જ સંગીત સાથે અતૂટ બંધન બાંધ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં આ બાપ દીકરાની જુગલબંધીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકો છો કે, કીર્તિદાન ગઢવીનો નાનો દીકરો રાગ ” કેસરિયા તેરા ઇશ્ક હૈ પિયા ” સોંગ પોતાના સ્વરમાં ગાઈ રહ્યો છે અને કીર્તિદાન ગઢવી તેની સાથે તાલ મિલાવી રહ્યા છે. જે હાથમાં રમકડાં અને બેટ બોલ હોવા જોઈએ એ નાની ઉંમરે રાગના હાથમાં હાર્મોનિયમ અને તબલા છે. ખરેખર આવું જ હોવું જોઈએ. એક સમય એવો આવશે કે નાનો એવો આ રાગ કીર્તિદાન ગઢવી કરતા પણ વધારે નામના મેળવે તો નવાઈ નહિ.

તમને જણાવી દઈએ કે કીર્તિદાન ગઢવીએ વર્ષ 2003 માં સોનલબેન સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2006 માં તેઓ રાજકોટમાં સ્થાયી થયા હતા અને આ સમયે તેમનો મોટો પુત્ર કૃષ્ણ માત્ર 8 માસનો હતો. આમ છતાં સોનલબેને ઘરની બધી જવાબદારી ઉઠાવી કીર્તિદાન ગઢવીને સંગીત ક્ષેત્રે આગળ વધવા સંપૂર્ણ સહયોગ કર્યો હતો.

કીર્તિદાન ગઢવી માટે સંગીત એ દુનિયા છે. દુનિયામાં એક બાદ એક ડગ આગળ વધતા દેશ અને દુનિયામાં નામના મળ્યા બાદ વર્ષ 2018 માં તેમના ઘરે બીજા પુત્રનો જન્મ થયો હતો. સંગીતની દુનિયામાં હૃદય એટલે કે રાગ હોય છે. આ માટે જ કીર્તિદાન ગઢવીએ તેમના બીજા પુત્રનું નામ “રાગ” રાખ્યું છે.રાગ જ આજે કીર્તિદાન ગઢવીનો વારસો સંભાળી લિધો હોય એવું લાગી રહ્યું છે.

 

કીર્તિદાન ગઢવી સંગીત દુનિયામાં આગળ ન વધે તેવું તેમના માતા પિતા ઇચ્છતા હતા. કારણ કે ડાયરાના કલાકારોથી કાયમી ઘર ન ચાલી શકે આ પ્રકારનો ભય સતાવતો હતો. પરંતુ કીર્તિદાન ગઢવી માટે સંગીત એ જ એમની દુનિયા હતી અને તેઓ એ તરફ મન મક્કમ કરી આગળ વધતા ગયા. એક બાદ એક ગામ, શહેર, દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવતા ગયા અને કીર્તિદાન ગઢવી પણ નાની ઉંમરે જ પોતાના દીકરાને સંગીત શીખવી રહ્યા છે, જેથી કરીને સમય જતાં તેઓ ખૂબ જ નામના મેળવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here