દરેક ફીલ્મોમા દુખીયારીમા નુ પાત્ર ભજવનાર દીના પાઠક ગુજરાતી છે ! તેમની દીકરી આજે બોલીવુડ ના દિગ્ગજ એક્ટર ની પત્ની….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હિન્દી ફિલ્મ જગત આખા વિશ્વમાં પોતાની અનોખી અને આગવી ઓળખ ધરાવે છે આપણે સૌ જાણીએ છીએ કે હિન્દી ફિલ્મ જગત વર્ષોથી દેશ વિદેશની જનતાનું મનોરંજ કરતો આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે બોલીવુડ એક સ્વંત્રત પ્લેટફોર્મ છે કે જ્યાં કોઈ પણ પોતાની કળાને પેશ કરી શકે છે જોકે બોલીવુડમાં આવવું અને બોલીવુડ માં ટકી રહેવું કોઈ સહેલી બાબત નથી આપણે ઘણા એવા સ્ટાર જોયા છે કે જેઓ એક કે બે ફિલ્મો માં જોવા મળ્યા બાદ ફ્લોપ સાબિત થતા બોલીવુડ ના ઊંડાણ માં ચાલ્યા ગયા.

જે પૈકી અમુક કલાકારો ના નામ પણ લોકોને યાદ હોતા નથી જયારે અમુક એવા પણ કલાકારો છે કે જેમણે પોતાના દમદાર અભિનય ના કારણે કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી સફળતા ના શિખરો સર કર્યા અને આજે પણ તેમના ચાલ્યા ગયા પછી લોકો તેમના વિશે વાતો કરે છે આપણે અહી આવાજ એક બોલીવુડ અભિનેત્રીના જીવનવિશે વાત કરવાની છે કે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે.

આપણે અહી લોક પ્રિય અભિનેત્રી દીના પાઠક વિશે વાત કરવાની છે કે જેમણે પોતાના અભિનય ને કારણે લોકોમાં ખાસ ઓળખ બનાવી છે. દીના પાઠક એક એવું નામ કે જેમણે બોલીવુડમાં એક નવા યુગની શરૂઆત કરી હતી આપણે સૌ જાણીએ છીએ કે અગુઅગાઉ હિન્દી ફિલ્મ જગત માં માતા ની ઘણી ખાસ ભૂમિકા હતી જો કે મોટા ભાગના માતા ના રોલ દુખિયારી નારીના જ જોવા મળતા હતા જે બાદ દીના પાઠક ની એન્ટ્રી થતા માતા ના રોલમાં ફેરફાર થયા તેમણે એક ચુલબુલી અને હસી મજાક કરતી માતાની નાચી ઈમેજ બનાવી.

આપણે અહી દીના પાઠક ના જીવન અને તેમના સંઘર્ષ વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે દીના પાઠક નો જન્મ ૪ માર્ચ ૧૯૨૨ ના રોજ થયો હતો જયારે તેમનું મૃત્યુ ૧૧ ઓક્ટોબર ૨૦૧૧ ના રોજ થયું હતું. જણાવી દઈએ કે દીના પાઠક ગુજરાત ના અમરેલી જીલ્લાના છે. તેમણે દેશને આઝાદ કરાવવા માટે થતા આંદોલનો માં પણ સક્રિય રીતે ભાગ લીધો હતો.જો વાત તેમના અભ્યાસ અંગે કરીએ તો દીના પાઠક મુંબઈ ની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતા હતા પરંતુ સ્વંત્ર ચળવળ સાથે જોડયેલા હોવાને કારણે દીના પાઠકને કાઢી મુકવામાં આવ્યા હતા.

જો વાત તેમના લગ્ન અને પરિવાર અંગે કરીએ તો જણાવી દઈએ કે દીના પાઠક ના લગ્ન બલદેવ પાઠક સાથે થયા હતા તેમની બે પુત્રીઓ રત્ના અને સુપ્રિયા છે. જણાવી દઈએ કે અગાઉ દીના પાઠક ની ગેટવે ઓફ ઈન્ડયા પાસે “ શ્રીમાન “ નામની એક દુકાન હતી. જો વાત દીના પાઠક ની પુત્રીઓ અંગે કરીએ તો તે બંને પણ એક્ટિંગ જગત માં માતાની જેમ ઘણું મોટું નામ છે. જણાવી દઈએ કે દીના પાઠક ની પુત્રી રત્ના એ નસીરુદીન શાહ જયારે સુપ્રિયાએ પંકજ કપૂર સાથે લગ્ન કર્યા છે.

જો વાત દીના પાઠક ના કરિયર વિશે કરીએ તો તેમણે ગુજરાતી નાટકો અને થીયેટર થી શરૂઆત કરી હતી જે બાદ કરિયાવર, ઉસકી કહાની, અને સારા આકાશ જેવી અનેક દમદાર ફિલ્મો કરી હતી. દીના પાઠક નો મીરાં ફિલ્મનો રાણી કુંવરબાઈ નું પાત્ર લોકોને ઘણું પસંદ આવ્યું હતું. ઉપરાંત સુપર હીટ ફિલ્મ ઉમરાવ જાન માં તેમણે હુસૈની નું રોલ કર્યો હતો. આ ઉપરાંત દીના પાઠક ભાવની ભવાઈ અને મિર્ચ મસાલા ઉપરાંત મોહન જોશી હાજીર હો જેવા અનેક ફિલ્મો માં જોવા મળ્યા હતા.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here