Sports

CSK એ આ ખિલાડીને ટિમ બહાર કરી મોટી ભૂલ કરી? આ ખિલાડી ધડાધડ ઠોકી રહ્યો છે સેન્ચુરી…5 મેચ માં 5 સેન્ચુરી, જાણો

તમિલનાડુના ઓપનર એન જગદીશને વિજય હજારેમાં અજાયબી કરી બતાવી છે. આ સિઝનમાં તેણે શાનદાર ફોર્મ બતાવ્યું અને સતત 5 મેચમાં 5 સદી ફટકારી. તેણે આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 6માંથી 5 મેચમાં સદી ફટકારી છે. આ દરમિયાન તેણે 159.80ની બેજોડ એવરેજથી કુલ 799 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

સતત પાંચ સદી ફટકારીને એન જગદીશને વિજય હજારે ટ્રોફીની એક સિઝનમાં સૌથી વધુ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.સોમવાર 21 નવેમ્બરે અરુણાચલ પ્રદેશ સામે બેટિંગ કરવાનું પસંદ કરતા, તમિલનાડુએ 50 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવીને 506 રન બનાવ્યા હતા. આ મેચમાં એન જગદીશને માત્ર 141 બોલમાં 25 ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી 277 રનની રેકોર્ડ ઇનિંગ રમી હતી.

લિસ્ટ Aમાં કોઈપણ બેટ્સમેનનો આ સર્વોચ્ચ સ્કોર છે.એન જગદીશને આ ટૂર્નામેન્ટની 5 મેચમાં તેની પાંચમી સદી ફટકારી છે. આ મેચ પહેલા તેણે હરિયાણા સામે 128, આંધ્ર સામે 114, છત્તીસગઢ સામે 107, ગોવા સામે 168 રન બનાવ્યા હતા. આજે અરુણાચલ પ્રદેશ સામે 277 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!