કપલે ૭૦૦ વર્ષ જૂની પદ્ધતિ થી માટી સપનાનું ઘર બનાવ્યું ! અંદર સુવીધા પણ એવી અને વાવાઝોડું અને વરસાદ..
હાલ દુનિયામાં લોકો જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ તેમ તેમ ટેકનોલોજી નો ઉપયોગ કરતા ની સાથે બધી જરૂરિયાતો માં પણ ખુબજ વધારો થઇ રહ્યો છે, લોકો પોતાના રહેન સહન માં પણ ખુબજ બદલાવ લાવી રહ્યા છે, પોતાના પોષક થી માંડી પોતાના ઘરો ને ખુબજ સુંદર બનાવતા હોઈ છે, શહેર આનું પ્રમાણ વધારે જોવામાં આવે છે. પરંતુ ગામડા ઓમાં હજુ પણ જુના બાંધકામ વાળા મકાનો જોવા મળે છે કે જે ખુબજ મજબુત અને ખુબજ સુંદર હોઈ છે, તેવીજ વાત કરીએ તો એક કપલ કે જેમણે પોતાનું ઘર માટીમાંથી બનાવ્યું, અને ૭૦૦ વર્ષ જુનો નુસખો અપનાવી બનાવ્યું હતું.
આ ઘટના ની વાત કરીએ તો પુણેના વાઘેશ્વર ગામમાં એક કપલ નામે યુગા અખારે અને સાગર શિરુડેએ કે જેમણે નક્કી કર્યું હતું કે તેઓ પોતાનું સપનાનું ઘર માટીમાંથી બનાવશે, અને તેમણે આખરે પોતાના હાથોથી આ મકાન બનાવ્યું, અને તેના કારણે તેઓ હાલ દેશભરમાં ખુબજ ચર્ચામાં છે. તેમણે આ મકાન માટી દ્વારા બે માળનું બનાવ્યું હતું. અને આ મકાન ને બનાવા માટે તેમણે ફક્ત વાંસ અને માટી નોજ ઉપયોગ કર્યો છે.
આ મકાન બનાવતા પહેલા ત્યાના લોકોએ તે બંને કપલ ને કહ્યું હતું, કે માટી નું મકાન ન બનાવો, વરસાદ અને વાવાઝોડા થી આ મકાન ધોવાઇ જશે, અને વેર-વિખેર થઇ જશે. તો પણ આ બંને એ આ મકાન બનવાની જીદ છોડી નહિ, અને આખરે તેમણે માટી માંથી મકાન બનાવ્યું.આ મકાન બનાવવા માટે રૂ.૪ લાખ નો ખર્ચ થયો હતો. તેણે બનાવવા માટે બોટલ અને ડોબ ટેકનીક નો ઉપયોગ કર્યો હતો. અને મહત્વની વાત તો એ છે કે, આ મકાન માં ૭૦૦ વર્ષ જૂની ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ મકાન ની વિશેષતા ની વાત કરીએ તો માટી અને વાંસ નાં કારણે ઉનાળાની ઋતુમાં આ મકાન ની દીવાલો ઠંડી રહે છે, અને જયારે શિયાળાની ઋતુમાં આ ઘરમાં ગરમીનો અનુભવ થાય છે. અને નવાઈ ની વાત તો એ છે કે આ મકાન ને હાલ વરસાદ કે વાવાઝોડા થી કોઈ હાની થયેલ નથી .આ ઘર આ બંને કપલ નું સપનાનું ઘર હતું, તેમણે આને બનાવવા માટે ખુબજ મહેનત કરી હતી, અને આ ઘર નું નામ તેમણે “મીટ્ટી મહેલ રાખ્યું છે.