Sports

જલેબી ફાફડા ખાવા માટે ટુટી પડ્યા ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ ના ખેલાડી ! જુઓ વિડીઓ કેવી મોજ કરી..

આઈપીએલની 16મી આવૃત્તિ આજથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સાથે થશે. જો કે આ મેચમાં વરસાદ વિલન બની શકે છે. અમદાવાદમાં ગુરુવારે ઝરમર વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેલાડીઓને પ્રેક્ટિસ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈના ખેલાડીઓએ વરસાદ દરમિયાન આરામનો આનંદ માણ્યો હતો.

વરસાદ દરમિયાન નાસ્તાની મજા માણી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ. ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ટીમ સાથે નાસ્તાની મજા લેતો જોવા મળ્યો હતો. ટીમ ફિઝિયો, દીપક ચહર, બેન સ્ટોક્સ, ડેવોન કોનવે અને અન્ય ખેલાડીઓ પણ ધોની સાથે જમતા જોવા મળ્યા હતા. ચેન્નાઈના ખેલાડીઓ વરસાદની મોસમમાં નાસ્તામાં જલેબી, ફાફડા, ગાંઠિયા ખાતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો પણ CSK દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

ગત સિઝનમાં ચેન્નાઈની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ટીમ નવમા સ્થાને રહી. જો કે આ વર્ષે મિની ઓક્શનમાં CSKએ કેટલાક શાનદાર ખેલાડીઓને ખરીદ્યા હતા. આવી સ્થિતિમાં, ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે દબાણ કરશે. બેન સ્ટોક્સના આવવાથી ટીમ ઘણી મજબૂત બની ગઈ છે. આ સિવાય દીપક ચહર પણ આ વર્ષે રમશે. ગયા વર્ષે તે ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. જો કે મુકેશ ચૌધરી અને કાઈલ જેમસનની ગેરહાજરીને કારણે ટીમને થોડું નુકસાન વેઠવું પડી શકે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ :  એમએસ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, સુભ્રાંશુ સેનાપતિ, મોઈન અલી, શિવમ દુબે, રાજવર્ધન હંગરગેકર, ડ્વેન પ્રિટોરિયસ, મિશેલ સેન્ટનર, રવીન્દ્ર જાડેજા, તુષાર દેશપાંડે, આકાશ સિંહ, મતિષા પથિરાણા, દીપકસિંહ, ચૌહાણ. , પ્રશાંત સોલંકી , મહેશ તિક્ષ્ણ , અજિંક્ય રહાણે , બેન સ્ટોક્સ , શેખ રશીદ , નિશાંત સિંધુ , સિસાંડા મગાલા , અજય મંડલ , ભગત વર્મા.

 

View this post on Instagram

 

A post shared by Chennai Super Kings (@chennaiipl)

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!