Sports

એવી તો શું ભૂલ થઇ કેપ્ટન શિખર ધવનથી કે ભારતે 306 કર્યા છતાં હરિ ગયું! ધવને આ અંગે કહ્યું કે….

ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડ માટે વિકેટ કીપર બેટ્સમેન ટોમ લાથમે શાનદાર સદી ફટકારીને કીવી ટીમને જીત અપાવી હતી. તેના સિવાય કેપ્ટન કેન વિલિયમસને પણ શાનદાર ઇનિંગ રમી હતી.

ન્યૂઝીલેન્ડ માટે સ્ટાર બેટ્સમેન ટોમ લાથમે 145 રનની તોફાની ઇનિંગ રમી હતી. તે જ સમયે કેન વિલિયમસન તેની સાથે રમ્યો હતો. કેને 94 રન બનાવ્યા હતા. આ બંને બેટ્સમેનોના કારણે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે એક અને ઉમરાન મલિકે 2 વિકેટ લીધી હતી. તે જ સમયે, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહે આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું.

ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરની 76 બોલમાં 80 રનની શાનદાર ઇનિંગ, શુભમન ગિલ અને શિખરની સદીની ભાગીદારી (124 રન)ની મદદથી ભારતે 50 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 306 રન બનાવ્યા હતા. આ સાથે જ ન્યુઝીલેન્ડને જીતવા માટે 307 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, ત્યારબાદ ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરી.

ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનર કેપ્ટન શિખર ધવન અને શુભનમ ગીલે સદીની ભાગીદારી નોંધાવી હતી. જોકે, પોતાની અડધી સદી પૂરી કરતી વખતે ગિલ બોલર લોકી ફર્ગ્યુસનની બોલિંગ પર કોનવેના હાથે કેચ આઉટ થયો હતો. આ દરમિયાન ટીમની પ્રથમ વિકેટ માટે 124 રન થયા હતા. ગિલના આઉટ થયા બાદ શ્રેયસ અય્યર ક્રિઝ પર આવ્યો હતો.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!