ગુજરાતના મંદિરે લપસીયા ખાવાથી હરસ મસા અને વર્ષો જુની પથરી મટી જાય છે ! જાણો ક્યા આવેલુ છે આ માતાજી નુ મંદિર??

ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે, ત્યારે આજે અમે આપને વાત કરીશું એક અનોખા મંદિર વિશે.આ મંદિરમાં ગુજરાતના મંદિરે લપસીયા ખાવાથી હરસ મસા અને વર્ષો જુની પથરી મટી જાય છે ! શ્રધાળુઓ માતાજીની માનતાઓ રાખે છે અને તેના દુખ દૂર થાય છે. ભક્તો માનતા પૂરી થયા પછી મીઠું ચડાવે છે અને સાત લપસીયા ખાય છે. ચાલો જાણીએ આ મંદિર વિશે જાણીએ.

આ મંદિર રાજકોટ જીલ્લાના ભીચરી ગામમાં આવેલું છે, માતા ભીચરી માં નું મંદિર છે. આ મંદિર કુદરતના ખોલે વસેલું છે ચારેબાજુ લીલી હરિયાળી અને ડુંગર પર માતાજી બિરાજમાન છે. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે માતાજી દરેક ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. માનતામાં ધોળા ડાઘ, હરસ-મસા, ખરજવું, રસોડી, કપાસી, વા, પાથરી જેવા જટિલ રોગો માત્ર માતાજીની માનતા રાખવાથી માટી જાય છે.

આ માતાજીને લોકો મીઠું ચડાવવાની માનતા રાખે છે. માનતા પૂરી થતા જ ભક્તો અહીં મીઠું ચડાવે છે અને મંદિરની બાજુમાં રહેલ એક લપસીયામાં લપસીયા ખાવાથી તમામ રોગો દુર થાય છે. અહીં દર્શને આવતા ભક્તો લપસીયા ખાધા વગર જતા નથી. તેમજ માનતા રાખી હોય તો તેની માનતા સાત લપસીયા ખાધા પછી જ પૂરી થાય છે.

આ મંદિર પાંડવો વખતનું છે. તેમને કહ્યું કે પાંડવો અહીં માતાજીના દર્શન કરવા માટે પણ આવ્યા હતા. પૂજારીએ કહ્યું કે પાંડવોએ પણ અહીં લપસીયા ખાધા હતા અને આ લાસીયું પથ્થરમાંથી બનેલું છે. આગળ પૂજારીએ કહ્યું કે અહીં કોઈ પણ માણસ રાત રોકાઈ શકતું નથી, અમે પુજારી હોવા છતાં અહીં રાત રોકાતા નથી.ભીચરી માતા ખોડીયાર માતાજીનો જ એક અવતાર છે. માતાજીની બાજુમાં ખોડીયાર માતાજીના ભાઈ મેરાખીયો પણ છે. આ મંદિરમાં ૧૨ મહીને અષાઢી બીજ પર ઉત્સવ આવે છે.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here