ગુજરાત ના નાના એવા ગામ મા જન્મેલા કીંજલ બેન રબારી આવી રીતે બન્યા ગુજરાત ના પ્રખ્યાત સિંગર ! શાળા મા ભજન ગાતા ગાતા…
આજે અનેક મહિલા કલાકારોએ ગુજરાતમાં આગવું સ્થાન મેળવ્યું છે, જેમાં સૌથી મોખરે જો કોઈ કલાકારનું નામ આવે તો તે છે ગીતાબેન રબારી અને કિંજલબેન દવે. આજે અમે આપને કિંજલ બેન રબારી વિશે જણાવીશું જે ગુજરાતનાં નાના એવા ગામમાંથી આવે છે અને આજે તેઓ સંગીત ક્ષેત્રે ખૂબ જ નામમાં મેળવી છે. ચાલો ત્યારે અમે આપને કિંજલ રબારીની કહાની વિશે જણાવીએ.
આ કહાની શરૂ થાય છે રાધનપુર તાલુકાના નાનકડા સિનાડ ગામથી અને આ ગામની પ્રાથમિક શાળામાંથી જન્મ થયો “કોયલ કંઠી” કિંજલ રબારીનો. શાળામાં શિક્ષકોએ આપેલા પ્રોત્સાહન થકી તેને સંગીતની દુનિયામાં રુચિ જાગી અને તે કલાકાર બની તેની ઉજ્જવળ કારકિર્દી બનાવી અને આજે તેઓ દેશી લગ્ન ગીતો, લોકગીતો, માતાજીના ગીતો માટે કિંજલ રબારીનું નામ મોખરે આવે છે.
ખાસ વાત એ છે કે, આજે યુ ટ્યુબ પર 35થી વધુ લોકગીતો, લગ્ન ગીતો અને માતાજીના ગીતોના આલ્બમો કિંજલ રબારીના નામેં બોલાઈ રહ્યા છે. સિંગર કિંજલ રબારી રાધનપુરના નાનકડા સિનાડ ગામની દીકરી છે તેણે ધો-1થી 8 સુધી ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો.
તેમના મોટાભાઈ કિરણ રબારી શાળામાં ભજન ગાતા હતા. ત્યારે કિંજલે પણ શાળામાં ભજન ગાવાની ઇચ્છા દર્શાવતાં તેના મોટાભાઈએ શિવજીનું ભજન ગાવા માટે આપ્યું હતું. આ તેના જીવનનો સૌથી મહત્વનો વળાંક હતો ,જેનાથી કિંજલનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું.
ગીત સંગીતમાં રુચિ જાગી બાદમાં શાળાના શિક્ષકોએ પણ વિદ્યાર્થીનીને પ્રોત્સાહન આપ્યું હતું. શાળામાં કિંજલ સહિત બે ત્રણ બાળ કલાકાર દરરોજ પ્રાર્થના કે ગીત સંગીતની સ્પર્ધામાં અવશ્ય સહભાગી બનતી હતી અને બસ અહીંયાંથી સગીતમય યાત્રા શરૂ થઈ.
શાળામાં સાઉન્ડ સિસ્ટમ વસાવ્યું હતું અને કિંજલબેન સહિતના વિદ્યાર્થીઓને સાઉન્ડ સિસ્ટમના માધ્યમથી માઈક પર ગાવાનો અનુભવ મળ્યો અને ધીમે ધીમે ચડાવ ઉતાર બાદ કિંજલ રબારી ગુજરાતની ફેમસ લોક કલાકાર બની ગઈ. ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ તેમના પ્રોગ્રામો થયા છે. આજે ગુજરાત અને દેશ વિદેશમાં કાર્યક્રમો કરીને નામના મેળવી છે તેમજ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. ખરેખર કિંજલ રબારી આજે અન્ય યુવતીઓ માટે પણ પ્રેરણાદાયી બની છે.