EntertainmentGujarat

નાના એવા ગામ મા જન્મેલા અને એક સયમે 8 હજાર મા નોકરી કરતા આ યુવાન આવી રીતે બની ગયો અરબપતિ ! ઝરોધા કંપની થી આજે…

દરેક વ્યક્તિને જીવનમાં સફળતા ત્યારે જ મળે છે, જ્યારે વ્યક્તિ દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે. ઈશ્વર તમને આગળ વધવાની તક આપે છે પરંતુ તમારે નક્કી કરવાનું હોય છે કે, તમારે શું કરવું છે. આજે એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું જે 14 વર્ષની ઉંમરે જુના ફોન વેચવાનું શરૂ કર્યું હતું અને આજે તે કરોડો રૂપિયાની કંપનીનો માલિક છે. સફળતા મેળવવા માટે જીવનમાં સાહસ કરવું જરૂરી છે અને તેનો ઉત્તમ ઉદાહરણ નિખિલ કામત છે.

ચાલો અમે આપને ઝીરોધ કંપનીના માલિક નિખિલ કામત વિશે જણાવીએ. ઝીરોધા હાલના સમયમાં સૌથી ઝડપી ગ્રોથવાળી સ્ટોક બ્રોકિંગ કંપની છે. જોકે જો તમે નિખિલ કામતની જીવન યાત્રાને જોઈએ તો ઝીરોધાના બનવા અને તેમના અરબપતિ થવા સુધીની સફર તમને આશ્વર્યચકિત કરી શકે છે.

ઝીરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતે હાલમાં જ હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પોતાની કહાની જણાવી છે. નિખિલે 17 વર્ષની ઉંમરમાં નોકરી કરવાની શરૂઆત કરી. તેને પહેલી નોકરી કોલ સેન્ટરમાં મળી, જ્યાં તેની સેલરી હતી માત્ર 8000 રૂપિયા.

આજે તેની નેટવર્થ કરોડો રૂપિયાની છે. આ યાત્રાની શરૂઆત થઈ કામતના શેર માર્કેટના ટ્રેડિંગથી. કામતે જ્યારે શેર માર્કેટ ટ્રેડિંગની શરૂઆત કરી ત્યારે તે તેને ગંભીરતાથી લેતા ન હતા. જોકે એક વર્ષમાં જ તેમને બજારની વેલ્યુની માહિતી મળી ગઈ અને તે ગંભીરતાથી ટ્રેડિંગ કરવા લાગ્યા. તેના પરિણામે બજારમાં તેમનું નામ અરબપતિમાં સામેલ થઈ ગયું.કામત જણાવે છે કે એકવાર તેમના પિતાએ પોતાની કેટલીક સેવિંગ્સ તેમને આપી અને તેને મેનેજ કરવા કહ્યું. અહીંયાથી કામત બજારમાં ઉતર્યા.

કામત જણાવે છે કે તેમના પિતા તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હતા. આ વિશ્વાસે નિખિલની ઉપર જવાબદારી નાંખી દીધી કે તે પિતાના સેવિંગ્સને સારી રીતે મેનેજ કરે. ધીમે-ધીમે નિખિલ બજાર પર પકડ બનાવવા લાગ્યા.

થોડાક સમય પછી તે પોતાના મેનેજરને પણ શેર બજારમાં પૈસા લગાવવા માટે રાજી કરવામાં સફળ થઈ ગયા. જ્યારે મેનેજરને તેનાથી ફાયદો થયો ત્યારે તેમણે અન્ય લોકોને પણ નિખિલને મેનેજ કરવા પૈસા આપવાનું કહ્યું.

એક સમયે એવી સ્થિતિ થઈ ગઈ કે તે નોકરી પર જવાનું બંધ કરી ચૂક્યા હતા. તે કહે છે કે મેનેજરને જ્યારે ફાયદો થયો ત્યારે તેણે બીજા લોકોને જણાવ્યું. સ્થિતિ એ થઈ કે મેં કામ પર જવાનું છોડી દીધું. હનોકરી છોડી દીધી અને ભાઈ નિતિન કામતની સાથે મળીને કામત એસોસિયેટ્સની શરૂઆત કરી. વર્ષ 2010માં અમે ઝીરોધાની શરૂઆત કરી.

સ્કૂલ ડ્રોપઆઉટથી લઈને કોલ સેન્ટરમાં કામ કરવું અને ઝીરોધા અને ટ્રૂ બીકન શરૂ કરી. નિખિલ માને છે કે, આજે ભલે હું અરબપતિ બની ગયો છું. પરંતુ તેના પછી પણ કંઈ બદલાયું નથી. હું આજે પણ દિવસના 85 ટકા સમયમાં કામ કરું છું અને જીવનમાં એ વાતનો ડર લાગે છેકે જો આ બધી વસ્તુઓ મારાથી છૂટી ગઈ તો….?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here