ગુજરાતી ભાષામાં બોર્ડ એ પણ પાકિસ્તાન ના કરાંચીમાં !!! જાણો શું કહે છે દુકાન ના માલિક.

તાજેતર માં ગુજરાત સરકાર દ્વારા આવનારા માતૃભાષા દિવસ ને ધ્યાન માં રાખી જાહેર સ્થળો, હોટલ, મોલ, દવાખાનાઓ વિગેરે માં બોર્ડ ચુસ્તપણે ગુજરાતી ભાષા માં રાખવા એવો નિર્દેશ કર્યો છે. જ્યારે આપણા પાડોશી દેશ પાકિસ્તાનની સરકારો દ્વારા, ભાગલા પડ્યા પછી થી પોતાની માતૃભાષા એટલે કે ઉડદુ ભાષા નો ઉપયોગ કરવો એવું ચલણ અપનાવા માં ચાલતું આવ્યું છે ત્યારે, પાકિસ્તાન દેશ ની આર્થિક રાજધાની કહેવાતા કરાંચી માં આજે પણ ઘણી ખરી જગાઓ જેવીકે ખાણીપીણી ની દુકાનો, હોટેલ, ઇલેક્ટ્રોનીક્સ સ્ટોર જેવા અનેક વ્યાપારિક એકમોએ ગુજરાતી ભાષા માં બોર્ડ જોવા મળી રહ્યા છે.

વધુમાં તમને જણાવીએ તો નવાઈ પામવા જેવું એ થશે કે, કરાંચી માં ૨૧લાખ થી પણ વધુ મુસ્લિમોના પરિવારમાં વસતા લોકો પોતાની પહેલી ભાષા તરીકે ગુજરાતી ભાષા નો ઉપયોગ કરે છે. છેલ્લા ૫-૬ વર્ષોમાં બજારો માં આવેલી દુકાનો ના બોર્ડ તથા સંસ્થાઓના બેનર ગુજરાતી ભાષામાં જોવા મળી આવે છે, જે ત્યાં વેપાર કરતા લોકોના પ્રયત્નોનું પરિણામ છે. આ ઉપરાંત છેલ્લા ૧ વર્ષ થી જેમની ઉમર ૧૮ વર્ષ થી ઓછી છે તેમને માતૃભાષા શીખડાવવા માટે ના વર્ગો અહી ચલાવવામાં આવી રહ્યા છે.

૧૯૪૭ ના ભારત પાકિસ્તાનના ભાગલા પછી ભારત દેશ છોડી પાકિસ્તાન વસવા ગયેલા મુસ્લિમ જમાતો, સામાજિક સંસ્થાઓ વિગેરે ના બોર્ડ અને બેનર ફરી ગુજરાતી ભાષામાં જોવા મળી રહ્યા છે. એન. ડી. આર. એ.(નેશનલ ડેટાબેઝ એન્ડ રજીસ્ટ્રેશન ઓથોરીટી)એ વર્ષ ૨૦૧૭મા માતૃભાષામાંના ભાષાકીય કોલમમાંથી ગુજરાતી ભાષા નું કોલમ દુર કરી દીધા બાદ ૫ વર્ષ થી કરાંચી અને સિંધ માં માતૃભાષા ના અસ્તિત્વ માટે જબરદસ્ત સંઘર્ષ ચાલી રહ્યો છે. ભારત દેશ ની બહાર જોઈએ તો અમેરિકા અને બ્રીટન પછી સૌથી વધુ ગુજરાતી ભાષા બોલાતી હોઈ તો તે ભારત નો પાડોશી દેશ પાકિસ્તાન છે.

પાકિસ્તાન માં ગુજરાતી બચાવો અભિયાન ચાલી રહ્યું છે, જેમાં હિંદુ, ખોજા, પારસી, કચ્છી, ઘાંચી, મેમણ, વોરા અને ઇસ્લામી સહિતની જમાત ના આગેવાનો ગુજરાતી ભાષાને વધુ ને વધુ ઉપયોગ માં લેવાય એવા પ્રયાસો કરવા સક્રિય છે. તહેરિક આગેવાન સૈય્યદ અબ્દુલ રેહમાન ના જણાવ્યા મુજબ “મારી ઉમર ૬૨ વર્ષ છે અને અમારી જમાત માં ગુજરાતી વાંચી લખી શકે તેવા લોકો ની સંખ્યા ખુબ જ ઓછી રહી છે ખાસ કરીને 1980 બાદ જેમનો જન્મ થયો છે તેવા લોકો ને ગુજરાતી લખતા બોલતા વાંચતા આવડતું હોય તેવું ઓછું જોવા મળી રહ્યું છે ”, જે તેમની ગુજરાતી ભાષાની લુપ્ત થવાની ચિંતા અને તેમની ગુજરાતી ભાષા માટે ની લાગણીઓ સ્પષ્ટ દેખાડે છે.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here