Sports

2023 ની IPL પેહલા મુંબઈ ની ટીમ મા ભારે બદલાવ ! આ દિગ્ગજ ખેલાડી ઓ ને કર્યા ટીમ ની બહાર

આગામી સિઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમામ ફ્રેન્ચાઈઝી પોતાની ટીમમાં ફેરફાર કરી રહી છે. IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2023 મીની હરાજી પહેલા BCCIને તેમના રિટેન કરેલ અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી સુપરત કરી છેડિસેમ્બરમાં IPLની 16મી સિઝન માટે મીની હરાજી થશે. અનુભવી ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને મુંબઈ દ્વારા IPL 2023 માટે રિલીઝ કરવામાં આવ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સે પણ વેસ્ટ ઈન્ડિઝના ફેબિયન એલન અને ઈંગ્લેન્ડના ટાઈમલ મિલ્સને છોડવાનો નિર્ણય લીધો છે.આ સિવાય મુંબઈએ પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને પણ મુક્ત કર્યો છે. ગયા વર્ષે મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે અર્જુન તેંડુલકરને 30 લાખની બોલી લગાવીને ખરીદ્યો હતો પરંતુ તેને એક પણ મેચમાં રમવાની તક મળી ન હતી.

અર્જુન તેંડુલકર IPLમાં આજ સુધી મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા એક પણ મેચ રમ્યો નથી. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેને મુંબઈની ટીમે તક પણ ન આપી, ત્યાર બાદ તેણે ગોવા તરફથી રમવાનું શરૂ કર્યું.મુંબઈ ઈન્ડિયન્સના સંભવિત ખેલાડીઓમાં અનમોલપ્રીત સિંહ, મોહમ્મદ અરશદ ખાન, મયંક માર્કંડેયા, સંજય યાદવ, રમણદીપ સિંહ, અર્જુન તેંડુલકર, આર્યન જુયલ, આકાશ મધવાલ, રાહુલ બુદ્ધી અને મુરુગન અશ્વિનનો સમાવેશ થાય છે.

રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, ડેવાલ્ડ બ્રુઈસ, ટ્રીસ્ટન સ્ટબ્સ અને ટિમ ડેવિડ અને ઈશાન કિશનને જ રિટેન કરવામાં આવેલા સંભવિત ખેલાડીઓ છે.તમને જણાવી દઈએ કે IPL 2022 મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ખરાબ રહ્યું હતું. ટીમે 14માંથી માત્ર 5 મેચ જીતી હતી અને પ્લેઓફ માટે પણ ક્વોલિફાય કરી શકી નહોતી. ટીમના આ પ્રદર્શન બાદ IPL 2023માં ટીમમાં ઘણા બદલાવની આશા હતી.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!