Sports

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના તેવો અનોખા ચાહક છે ભાવનગર ના રણછોડ ભાઈ ! ઝવેરચંદ મેઘાણી જેમ જ..

આ જગત વિશ્વાસ પ્રેમ અને લાગણીઓ થકી માનવનું જીવન શ્રેષ્ઠ બને છે. માનવતા એ મોટો ધર્મ છે આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે. આ જગતમાં દરેક પ્રકારના લોકો જોવા મળે છે, દરેક પોતાની લાગણી, સ્વભાવ થી અલગ તરી આવે છે. આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું જેમણે પોતાનું જીવન એક એવા વ્યક્તિઓને સમર્પિત કર્યું છે, જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્ય પામી જશો. ખરેખર સાહિત્ય પ્રત્યે લગાવ હોય તો આ વ્યક્તિ જેવો જેની આપણે વાત કરી રહ્યા છીએ.

ગુજરાતનાં લોકપ્રિય અને જાણીતા સાહિત્યકારમાં સૌથી પહેલા રાષ્ટ્રીય શાયર એવાં ઝવેરચંદ મેઘાણીની પ્રસિદ્ધ પંક્તિઓ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રણછોડ મારુંએ જરા જુદી રીતે આત્મસાત કર્યો છે. તેઓ કહે છે કે, હો રાજ મને લાગ્યો ઝવેરચંદ મેઘાણીનો રંગ. ગુજરાતની ધરાને તેમણે અનેકગણો વારસો આપ્યો છે.

જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણામાં રહેતાં રણછોડ મારું નામના એક વ્યક્તિને જાણે ઝવેરચંદ મેઘાણીનો રંગ લાગ્યો હોય તેમ છેલ્લાં બે દાયકાથી મેઘાણી મંદિર બનાવીને તેમના જેવો જ અદ્દલ પોશાક સાથે પોતાનું જીવન વ્યતિત કરી રહ્યાં છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના તેવો અનોખા ચાહક છે. મેઘાણી પ્રત્યે તેમને એવો અદ્ભુત પ્રેમ છે કે, બિલકુલ તેમનાં જેવો જ પહેરવેશ પહેરે છે.

એમના મતે મેઘાણીજી અવસાન પામ્યાં જ નથી. તેઓ ખુદની અંદર તેમને જીવંત રાખ્યા છે. મેઘાણી બાપુ હર હંમેશ સૌના હૃદયમાં છે. આવનારા અનેક વર્ષો સુધી લોકોના જીવનમાં રહેશે તેવી મેઘાણી પ્રીતિ તેમના શબ્દોમાં ઝળકે છે.રણછોડભાઈને દૂરથી કોઈ જૂએ તો તેમણે ઝવેરચંદ મેઘાણી સમજી થાપ ખાઈ બેસે કેટલી ચોકસાઈથી તેઓ તેમને અનુસરે છે. ઝવેરચંદ મેઘાણી પ્રત્યે રણછોડ મારુંને એટલી હદે આદર છે

તેમના પોતાના ઘરમાં જ મેઘાણીજીનું મંદિર બનાવ્યું છે અને નિત્ય તેઓ ઈશ્વરની જેમ જ ઝવેરચંદ મેઘાણીના માનમાં પૂજાપાઠ કરે છે. તેમને સવાર-સાંજ નિયમિત નમન કરે છે. તેમનું સમગ્ર ઘર અને તેમનું સમગ્ર જીવન મેઘાણીમય છે. ઝવેરચંદભાઈ જે –જે સ્થળોએ ફરીને તેના વિશે લખતાં હતાં તે તમામ સ્થળો તેમજ સોરઠ પંથકમાં બોટાદની તેમની કર્મભૂમિ હોય ત્યાં બધે રણછોડ મારુંએ ફરીને પવિત્ર ભૂમિને નમન કર્યા છે. અત્યાર સુધી લોકોએ ફિલ્મોના કલાકારો અને ગાયલ કલાકારો જોયા પરતું આવા સાહિત્ય પ્રેમી ભાગ્યે જ જોયા હશે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!