રોમા માણેક આ કારણે ગુજરાતી સિનેમામાં જોવા નથી મળતી.
ગુજરાતી સિનેમા ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડીના લીધે લોકોમાં વધુ લોકપ્રિય બન્યું અને આ બંને બાદ નરેશ કનોડિયા ને રોમા માણેક ગુજરાતી સિનેમામાં રાજ કર્યું. આ વાત છે, 1999ની જ્યારે ગુજરાતી સિનેમાનો એ યુગ જ્યારે સિનેમા ઘરોમાં ” દેશ રે દાદા જોયા પરદેશ ” ફિલ્મ રિલીઝ થઈ. આ ફિલ્મ ગોવિંદભાઈ પટેલ એ બનાવી હતી જેમાં રોમાં માણેક આ ફિલ્મથી ગુજરાતી સિનેમામાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી. આ ફિલ્મે એ સમયમાં 15 થી 25 રૂપિયા ટીકીટ હતી ત્યારે આ ફિલ્મે 20 થી 21 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી હતી.આ ફિલ્મમાં હિતેન કુમાર સાથે રોમા માણેક અભિનય કર્યો હતો.
આ ફીલ્મથી નરેશ કનોડિયા બાદ હિતેન કુમાર સાથે જોડી સુપર હિટ રહી અને આ બાદ ગુજરાતી સિનેમાની બીજી લોકપ્રિય ફિલ્મ આવી ” ગામમાં પિયરીયું ગામમાં સાસરીયું” આ ફિલ્મ પણ ગુજરાતી દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી. નરેશ કનોડિયા સાથે રોમા માણેક દિલમ ઉંચી મેડીને ઊંચા મોલ ” ખૂબ જ લોક પ્રિય ફિલ્મ હતી.
રોમા માણેક ગુજરાતી સિનેમાનું ઘરેણું હતું. તેણે ઢોલીવૂડમાં આવતાં પહેલા લોકપ્રિય સિરિયલ મહાભારતમાં પાંડુરાજાની પત્ની માદ્રીની ભૂમિકા ભજવી હતી જેમાં પોતાના ભીંજાયેલા કોમળ શરીર થી પાંડુ તપ તોડ્યું હતું. આ પહેલા પણ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરેલું પરતું સાચી ઓળખ ગુજરાતી સિનેમા થકી મળી. આ બાદ તેની ગણી ન શકાય એટલી લોકપ્રિય ફિલ્મો આપી.
તેની છેલ્લી ફિલ્મ કદાચ સુહાગ ફિલ્મ છે. આ બાદ અચાનક રોમા માણેક ગુજરાતી સિનેમાંથી થી વિદાય જ લઈ લીધી. આજે તે મુંબઈમાં રહે છે, અને સોશીયલ મીડિયા અને મીડિયાજગતથી પણ દૂર રહે છે. આજની પેઢી તો રોમા માણેક યાદ નહીં હોય પરંતુ એક સમય રોમાં માણેક નાં લીધે ગુજરાતી ફિલ્મો ચાલતી. આ ફિલ્મના લીધે ગુજરાતી સિનેમા તેમને સદાય યાદ રાખશે.