Sports

વિરાટ કોહલીને બાંગ્લાદેશી બોલરે એવો ઝટકો આપ્યો કે તમે જોતા જ રહી જશો! જુઓ વિડીયો કેવી રીતર આઉટ થયો કોહલી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ (IND vs BAN) ચટ્ટોગ્રામના ઝહુર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. 2 વિકેટ ઝડપી પડ્યા બાદ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો હતો. ચાહકોને કિંગ કોહલીને મેદાન પર જોવાની આશા હતી, પરંતુ એવું થઈ શક્યું નહીં.

કોહલી 20મી ઓવરના ત્રીજા બોલ પર તૈજુલ ઈસ્લામના હાથે એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. બોલ સ્વિંગ થયો અને વિરાટને આશ્ચર્યચકિત કર્યા. વાસ્તવમાં બોલરે શોર્ટ બોલ નાખ્યો હતો તેથી વિરાટ આ બોલને લેગ-સાઇડ પર રમવા માટે બેક ફૂટ પર ગયો, અચાનક બોલ પિચની વચ્ચેથી ફરીને પાછળના પેડ પર વાગ્યો.

અમ્પાયર માઈકલ ગોફે આંગળી ઉંચી કરી. એક જ પ્રશ્ન હતો કે તે લાઇનમાં છે કે નહીં. પૂજારા સાથેની વાતચીત દરમિયાન વિરાટ કોહલીએ રિવ્યુ લેવાનો નિર્ણય કર્યો હતો. બોલ-ટ્રેકરે લેગ સ્ટમ્પને અનુરૂપ પિચિંગ બતાવ્યું, સ્પષ્ટપણે કોહલી આઉટ. કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો.

જણાવી દઈએ કે ટોસ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇજાગ્રસ્ત રોહિત શર્માની જગ્યાએ કેએલ રાહુલ કેપ્ટનશીપ કરી રહ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાન પર 56 રન બનાવી લીધા છે. રિષભ પંત 7 અને ચેતેશ્વર પૂજારા 5 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. વિરાટ કોહલી ઉપરાંત ટીમ ઈન્ડિયાએ શુભમન ગિલ અને કેએલ રાહુલની વિકેટ ગુમાવી છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!