Sports

બાંગ્લાદેશ સામે ની મેચ પહેલા જ રોહિત શર્માએ આપ્યુ ચોંકાવનારુ નિવેદન ! કીધુ કે એ લોકો અમારા કરતા.

રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ 4 ડિસેમ્બરથી શરૂ થનારી ODI શ્રેણી માટે બાંગ્લાદેશ પહોંચી ગઈ છે. શ્રેણીની પ્રથમ મેચ 4 ડિસેમ્બર એટલે કે રવિવારે રમાશે. આ સીરીઝ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશને ઓછો આંકવાની ભૂલ કરવા નથી માંગતો. બાંગ્લાદેશની ટીમ હાલમાં ઘણી મજબૂત ટીમ દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં ભારતના કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશને કમજોર સમજવાની ભૂલ કરવા નથી માંગતા.

રોહિત શર્માએ કહ્યું- ‘બાંગ્લાદેશને ઓછું આંકવાની ભૂલ નહીં કરીએ‘ આરામ કર્યા બાદ પરત ફરેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પત્રકાર પરિષદમાં પત્રકારોને સંબોધતા કહ્યું, “બાંગ્લાદેશ છેલ્લા સાત-આઠ વર્ષમાં એક અલગ ટીમ બની ગઈ છે. તેઓ એક પડકારજનક ટીમ છે. અમે તેમની સામે આસાન જીત મેળવી શક્યા નથી. અને જીતવા માટે તમારે તેમની સામે સારું ક્રિકેટ રમવું પડશે.

ICC T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે ખૂબ જ નજીકનો મુકાબલો હતો. 2015માં અમે અહીં શ્રેણી હારી ગયા હતા. કોઈ પણ રીતે અમે એવું વિચારીને અહીં આવ્યા નથી કે તે અમારા માટે સરળ બનશે. યજમાન ટીમ પહેલા કરતા ઘણી સારી બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશના સ્ટાર્સ તમીમ ઈકબાલ અને તસ્કીન અહેમદ ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયા છે. કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, “તેમની પાસે ખરેખર કેટલાક ગુણવત્તાસભર ખેલાડીઓ છે. જો કે, તેઓ તેમના અનુભવી ખેલાડીઓની ખોટ ચોક્કસથી કરશે. પરંતુ આ અન્ય લોકોને તક આપશે. આ બંને ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશ માટે મેચ વિનર છે.

મહત્વપૂર્ણ છે કે, ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. ભારત પ્રવાસમાં પ્રથમ વનડે શ્રેણી રમશે. વનડે શ્રેણી આગામી 4 ડિસેમ્બર એટલે કે રવિવારથી શરૂ થવાની છે. વનડે શ્રેણીની પ્રથમ મેચ ઢાકામાં 4 ડિસેમ્બરે રમાશે. કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી પણ બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં પરત ફર્યો છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!