એક સમયે વધુ વજન ને કારણે લોકો મજાક ઉડાવતા ! 48 કીલો વજન ઘટાડી બન્યો પોલીસ સબ ઈન્સ્પેક્ટર
ક્યારેક મિત્રોનો મજાક અને ટોણા આપણું જીવન બદલી દે છે. કહેવાય છે ને કે,જ્યારે કોઈ વ્યક્તિનું વજન વધારે હોય છે, ત્યારે તેને ઘણીવાર લોકોનો મજાક અને ટોણાનો સામનો કરવો પડે છે. આમ કરવાથી, સામેની વ્યક્તિ ક્યારેક ડિપ્રેશનમાં જાય છે, તો ક્યારેક લોકો દ્વારા કરવામાં આવતા જોક્સથી પ્રેરાઈને પોતાને બદલવાનો પ્રયાસ કરે છે. આ વજન ઘટાડવાની કહાની માં, આજે અમે તમને એવા વ્યક્તિની વજન ઘટાડવાની જર્ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં મિત્રો દ્વારા બનાવેલા જોક્સ અને હવે તેના 6 પેક એબ્સને કારણે તેણે ઘણું વજન ઘટાડ્યું છે.
તેણે માત્ર 48 કિલો વજન ઓછું કર્યું જ નહીં, પરંતુ વજન ઘટાડીને સબ-ઇન્સ્પેક્ટર પણ બન્યો. તો ચાલો જાણીએ તેની ફિટનેસ જર્ની વિશે. શુભમ ઘોષ કહે મીડિયાને કહેલું કે, તેને શરૂઆતથી જ ખાવાનો ખૂબ જ શોખ હતો, જેના કારણે તેનું વજન ઘણું વધી ગયું હતું. જ્યારે તેણે 2013માં કોલેજમાં એડમિશન લીધું ત્યારે તેનું વજન લગભગ 120 કિલો હતું. પહેલા વર્ષમાં વજન વધી ગયા પછી પણ તે ખૂબ જ એક્ટિવ રહેતો હતો અને કોલેજમાં યોજાતી સ્પોર્ટ્સમાં પણ ભાગ લેતો હતો.
તેના વધેલા વજનને કારણે તેના કોલેજના મિત્રો તેની મજાક ઉડાવતા હતા અને તેને જાડો કહીને ચીડવતા હતા. તે રમતગમતમાં ખૂબ જ સારો હતો, પરંતુ તેના વિશાળ શરીરને કારણે તે હંમેશા મજાક કરનાર માનવામાં આવતો હતો. કોલેજના દિવસોમાં એક વખત તે સલમાન ખાનની ‘વોન્ટેડ’ ફિલ્મ જોવા ગયો હતો અને સલમાનને પોલીસ યુનિફોર્મમાં જોઈને ખૂબ જ પ્રેરિત થયો હતો.
ફિલ્મ જોયા બાદ તેનસલમાન ખાનનો ફેન બની ગયો હતો અને સવારે 5 વાગે ઉઠવા લાગ્યો હતો. કોલેજના મેદાનમાં દોડવાનું શરૂ કર્યું અને સવારે લીંબુ પાણી પીતો અને સમય જતા તેના શરીરમાં ફરક થયો ત્યારે તેને જીમ જવાનું નક્કી કર્યું. ધીરે ધીરે તેનું વજન ઘટતું ગયું અને 2015 સુધીમાં મારું વજન 84 કિલો થઈ ગયું. મારી ફિટનેસ એવી થઈ ગઈ હતી કે એક સમયે 100 પુશઅપ કરી શકતો
તેને મે6 પેક એબ્સ બનાવવાનું નક્કી કર્યું અને પછી સખત મહેનત કરતો રહ્યો અને પછી તેનું વજન 72 કિલો સુધી વધી ગયું. પરંતુ અત્યારે તેનું વજન 82 કિલો છે અને સ્નાયુઓ પણ ખૂબ સારી સ્થિતિમાં છે. શુભોષ કહ્યું કે જ્યારે હું પાછું વળીને જોઉં છું, ત્યારે હું ખૂબ જ ખુશ છું કે મેં આ સખત નિર્ણય લીધો કારણ કે હું આજે ફિટ બોડી સબ-ઇન્સ્પેક્ટર છું.