એક સમયે મિત્રો કપડાને લીધે મિત્રો મજાક ઉડાવતા પરંતુ આવી રીતે એક ખેડુતનો દીકરો કોન્સ્ટેબલ માથી ગુજરાત નો IPS બન્યો ! જાણો વિજયસિંહ
આજના સમયના અનેક એવી સંઘર્ષમય ઘટનાઓ આપણી સામે આવતી હોય છે, જે દરેક યુવા પેઢી માટે પ્રેરણાદાયી બની રહે છે. આજે આપણે એક એવા યુવાનની વાત કરીશું જેના મીત્રો તેના કપડાને લીધે મજાક ઉડાવતા પરંતુ આજે તે જ ખેડુતનો દીકરો કોન્સ્ટેબલમાંથી ગુજરાત નો IPS બન્યો ! આ યુવાનનાં જીવનની સફળતાની કહાની વિશે તમે જ્યારે જાણશો તો તમને પણ ગર્વ થશે. ચાલો આ ઘટના વિશે અમે આપને સંપૂર્ણ માહિતી જણાવીએ કે કંઈ રીતે યુવાન આઈપીએસ ઓફિસર બન્યો.
આ યુવાનનું નામ છે વિજયસિંહ ગુર્જર! તે મૂળ રાજસ્થાનના ઝૂંઝનુ જિલ્લાના દેવીપુરા બાની ગામના વતની છે. સૌથી ખાસ વાત એ છે કે, તેઓ ખેડૂત પિતા લક્ષ્મણસિંહના પુત્ર વિજયસિંહ પાંચ ભાઈ-બહેનમાં ત્રીજા છે. માતા ચંદાદેવી ગૃહિણી છે. કહેવાય છે ને જીવન આપણને ક્યારે ક્યાં માર્ગે લઈ જાય કોઈ નથી જાણતું. વિજયસિંહે ક્યારેય સિવિલ સર્વિસમાં જવાનું વિચાર્યું નહોતું. વિજયસિંહના પરિવારમાં પરિવારમાં પત્ની અને એક દીકરો છે
દરેક વ્યક્તિ પોતાની આવડત અને કોથસૂઝથી આગળ વધે છે કારણ કે ભણતરની સાથે જ્ઞાન હોવું જુરૂરી છે.વિજયસિંહ. ધોરણ-10મા 54.% અને ધોરણ-12મા 67.% ટકા મેળવ્યા બાદ સંસ્કૃતમાં ગ્રેજ્યુએશનની ડીગ્રી લીધી હતી. કોલેજ પૂરી કર્યા બાદ પરિવારને મદદરૂપ થવા તેમણે દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી શરૂ કરી હતી.
વિજયસિંહ કોન્સ્ટેબલની નોકરી દરમિયાન જ પહેલા પોલીસ સબ-ઈન્સ્પેકટર (PSI)ની તૈયારી શરૂ કરી. ઇન્કમટેક્સ વિભાગમાં ઈન્સ્પેકટર બન્યા હતા. આ દરમિયાન તેઓ અન્ય પરીક્ષાઓ પણ આપતા રહ્યા, જેમાં સિવિલ સર્વિસ એક્ઝામમાં ત્રણ વખત નિષ્ફળતાનો સામનો પણ તેમણે કર્યો હતો. તેમને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું મારા બેકગ્રાઉન્ડ કે અન્ય બાબતો વિશે ક્યારેય વિચારતો નથી. મને એટલી જ ખબર છે કે મારે શું કરવું છે, એના પર ફોકસ કરવાનું છે અને એના માટે ઘણી જ મહેનત કરવાની છે.’
કહેવાય છે ને તમારા જીવનમાં ક્યારેક તમારું અપમાન જ તમારું સન્માનનું કારણ બને છે. મિત્રએ તેમના ગામડિયા જેવા પહેરવેશને લીધે તેમને ભિખારી જેવા લાગતા હોવાનું કહ્યું હતું. એ વખતે તેમણે પોતે પણ PSI બનશે એમ નક્કી કરી લીધું હતું. આજે તેઓ પીએસઆઈ તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે, તેમજ તેમના ગામની પણ એટલી સંભાળ લઈ રહ્યા છે. આ કહાની પરથી એ શીખવા મળે છે કે, જીવનના તમારી પરિસ્થિતિ તમારા ભવિષ્યને નક્કી નથી કરતી પરતું તમારી મહેનત અને આત્મવિશ્વાસ તમને જીવનમાં સફળતા અપાવે છે.