કોમી એકતા ની મિસાલ ! અહેસાન ભાઈ છેલ્લા 31 વર્ષ થી શ્રાવણ માસ રહે અને ચાલી ને શિવ મંદિરે જાઈ
આપણા ભારત દેશમાં હિન્દૂ અને મુસ્લિમ સમુદાય એકતાનાં તાંતણે બંધાઈને રહે છે, હાલમાં જ એક એવો બનાવ સામે આવ્યો છે.આ બનાવ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે એક ખૂબ જ સરહાનીય ઘટના બની છે. તમને જાણીને નવાઈ લાગશે કે રાજકોટ શહેરના અહેસાનભાઈ ચૌહાણ. મુસ્લિમ ધર્મના હોવા છતાં પણ પાવન શ્રાવણ મહિનામ શિવજીની પૂજા અર્ચના કરે છે. ખાસ વાત એ છે કે, મુસ્લિમ ધર્મમાંપવિત્ર મહોરમ મહિનોચાલી રહ્યો છે, ત્યારે અહેસાન ભાઈ બંને પવિત્ર માસ રહે છે.
આવું શા માટે કરે છે, એવો સવાલ દરેક વ્યક્તિના મનમાં આવી જાય. ચાલો અમે આપને કારણ પણ જણાવીએ કે શા માટે તે આવું કરે છે. તેઓ 31 વર્ષથી શ્રાવણ માસ રહે છે અને એક સમયે ફરાળ કરે છે અને તાજીયામાં પણ સેવા આપે છે. ભિક્ષુકો, અનાથ હોય તેવા લોકોને હશ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવની યાત્રા કરાવે છે. ખાસ વાત એ કે તેઓ પોતાના ઘરેથી રોજ 11 કિમીચાલી ઇશ્વરિયા મહાદેવના દર્શન કરવા પણ જાય છે.
વિશેષ વાત એ છે કે, પવિત્ર મોહરમ મહિનો ચાલતો હોય શહેરની દરગાહો અને છબિલમાં સેવા આપવા પણ જાય છે. આ કોમી એકતાનાં દર્શન કરાવતા અહેસાનભાઈ હાલ તો બન્ને ધર્મ માટે કોમી એકતાના પ્રતિક બન્યા છે. અહેસાન ભાઈ માને છે કે, અલ્લાહ અને ઉપરવાળા એક જ છે. બંન્ને ધર્મના તહેવાર સાથે જ છે. 12 વર્ષ પહેલા રમઝાન અને શ્રાવણ મહિનો સાથે હતો. આ વર્ષે મોહરમ અને શ્રાવણ મહિનો સાથે આવ્યો છે. ઉપરવાળા એક સમજે છે તો આપણે પણ સમજવું જોઇએ.
હું દરગાહે દુઆ કરવા જાવ છું અને ભગવાન મહાદેવના મંદિરે પણ દર્શન કરવા જાવ છું. કોમી એકતા માટે બધા ધર્મ એક છે. કોરોના આવ્યો ત્યારે બધા ધર્મના લોકો એક થઈ ગયા હતા અને આપણે બધા સાથે મળીને રહીએ અને એક થઇએ.હિન્દુ ભાઈઓ પણ બધી દરગાહે જાય છે. તેમ મુસ્લિમો પણ મંદિરે જાય છે. કોઈના કહેવાથી આપણે અલગ ન પડીએ અને બધા એક થઈને રહી સાથે જિંદગી જીવીએ.
અલ્લાહનો એક જ પેગામ છે કે બધાનું સારું કરો અને બધા માટે દુઆ કરો. હું મારા ઘરેથી ઇશ્વરિયા મહાદેવ મંદિરે ચાલીને જાવ છું, એક જગ્યાએ દૂધ લેવા ઉભો રહું બાકી ક્યાંય ઉભો રહેતો નથી. ચાલીને આવવાનું મહત્ત્વ એટલું કે, હું રોજા પણ રહું છું અને મુસ્લિમ ભાઈઓને કોઈ તકલીફ ન પડે. દેશમાં કોમી એકતા રહે અને કોમવાદ ન થાય. ટૂંકમાં કહીએ તો અહેસાન ભાઈ બંને ધર્મો વચ્ચે કોઈ ભેદભાવ સમજતા નથી અને ખરેખર આ તેમણે કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે, આવુ ભાગ્યે જ જોવા મળી શકે છે