Sports

લ્યો બોવ કરી!! વિરાટ કોહલીને મહાન બતાવાના ચક્કરમાં મોહમ્મદ આમીરે બાબર આઝમ વિશે એવુ નિવેદન આપી દીધું કે જાણી હસવું આવશે..

પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરે હાલમાં જ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીને વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન જાહેર કર્યો છે. જ્યારે આમિરે પોતાના રાષ્ટ્રીય કેપ્ટન બાબર આઝમને પાકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોહલી અને બાબરને લઈને ક્રિકેટ જગતમાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ બંને ક્રિકેટર્સના ચાહકો અવારનવાર ઇન્ટરનેટ પર લડતા હોય છે કે દુનિયાનો નંબર 1 બેટ્સમેન કોણ છે.

મોહમ્મદ આમીરે અગાઉ પણ કોહલીની પ્રશંસા કરી હતી જ્યારે તેણે 18 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આઈપીએલ 2023માં છઠ્ઠી આઈપીએલ સદી ફટકારી હતી. એટલું જ નહીં આમિરે કોહલીને પોતાનો ફેવરિટ ક્રિકેટર પણ ગણાવ્યો હતો. નોંધનીય છે કે, વિરાટ કોહલીએ RCBની છેલ્લી અને આગામી કરો અથવા મરો મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે બીજી સદી ફટકારી હતી.

કોહલીની આઈપીએલ 2023 સીઝન વિશે વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેનની સિઝન શાનદાર રહી હતી. તેણે 14 મેચમાં 53.25ની સરેરાશથી છ અર્ધસદી અને બે સદી સાથે 639 રન બનાવ્યા છે.

પોતાની યુટ્યુબ ચેનલ પર બોલતા આમિરે કહ્યું, “વિરાટ આ જમાનાનો મારો પ્રિય ખેલાડી છે, હું દરેક વખતે આ કહું છું. વિરાટ અને અન્ય કોઈ ખેલાડી સાથે તેની કોઈ સરખામણી નથી. મને લાગે છે કે તેની સિદ્ધિઓ અવિશ્વસનીય છે અને તેણે જે રીતે સદી ફટકારી છે, મને લાગે છે કે તે શાનદાર હતી. તે એક મહાન ખેલાડીની નિશાની છે, જ્યારે આગળ વધવું મુશ્કેલ હોય ત્યારે તે ઉભો રહે છે.”

આમિરે વધુમાં કહ્યું કે, “બાબર આઝમ પાકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે, વિરાટ કોહલી આ યુગમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે.” મોહમ્મદ આમિરે બાબર આઝમની જગ્યાએ વિરાટ કોહલીની પ્રશંસા કરી અને ઘણા પાકિસ્તાની ચાહકો ગુસ્સે થયા. પરંતુ ભારતીય ચાહકોને બાબર આઝમને ટ્રોલ કરવાનો વધુ એક મોકો મળ્યો અને તેઓએ તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!