EntertainmentGujarat

નાની વયે મોટું નામ મેળવનાર અલવીરા મીર આ ગામના વતની છે, તેમના પિતા છે, ગુજરાતનાં….

ગુજરાતની ધરા પણ અનેક કલાકારો પોતાની આવડત થકી પોતાનાની કલા દ્વારા લોકપ્રિય થયેલ છે. આજે આપણે એક એવા ગાયિકા વિશે વાત કરવાની છે, જેને ખૂબ જ નાની ઉંમરે લોકપ્રિયતા હાંસિલ કરી લીધી છે. આજનાં સમયમાં ગુજરાતી ગાયક કલાકારોમાં એવા ઘણા કલાકાર છે જેમને હજુ સુધી પૂરતી ઓળખ નથી મળી. આવા કલાકાર વિશે આપણે જાણીએ જેથી કરીને લોકો તેમના સાથે જોડાય અને તેમની કલાનું લોકોને રસપાન કરવા મળે.

આજે આપણે વાત કરીશું ગુજરાતનાં લોકપ્રીય ગાયિકા અલવીરા મીર વિશે. આ નામ સાંભળતાની સાથે જ તેમના પીતા આલમ વીરની યાદ આપણને આવી જ જાય.ચાલો આજે આપણે અલવીરા મીરના જીવન વિશે ટુંકમાં જાણીએ કારણ કે ભાગ્યે જ કોઈ તેમના વિશે જાણતું હશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, અલવીરા મીર માત્ર 11 માં ધોરણમાં જ અભ્યાસ કરે છે, છતાં આજે નાની ઉંમરમાં ખૂબ જ સારું ગાય છે.તેમના કંઠમાં સરસ્વતીનો વાસ છે.

અલવીરા મીરનો જન્મ સુરેન્દ્રનગરમાં થયેલો અને હાલમાં તેઓ કચ્છનાં ગગોદર ગામમાં રહે છે. સંગીતનો વારસો તેમના પેઢી દર થી આવ્યો છે. તેમના દાદા અને પડદાદા પણ સંગીત અને લેખન ક્ષેત્ર જોડાયેલા હતા અને ત્યારબાદ તેમના પિતા પણ ગુજરાતનાં લોકપ્રિય કલકાર છે. ત્યારે અલવીરા એ પણ પિતા સાથે સંગીત શીખ્યું અને સમત જતા તેને શાળા માં અને જાહેર પ્રોગામમાં ગાવાનું શરૂ કર્યું અને આજે તેઓ એક ખૂબ જ લોકપ્રિય સિંગર બની ગયા છે.

આજના સમયમાં અલવીરા વીર ખૂબ જ નાની વયે ગુજરાત ભરમાં લોકપ્રિયતા મેળવી છે. સ્ટેજ પ્રોગામ સિવાય ડાયારા, લગ્નગીત, દાડીયારાસ તેમજ ગુજરાતી આલ્બમ ગીતો માં પણ તેમને નામના મેળવી છે. પિતા પાસેથી મળેલ આ વારસાને બખૂબી નિભાવેલ છે.

કહેવાય છે ને કે, જીવનમાં સફળતા અમસ્તા જ નથી મળતી એના માટે મહેનત કરવી પડે છે. અલવીરા આજે નાની વયેલોકપ્રિયતા મેળવીને ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહી છે અને ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ એક્ટિવ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here