Sports

મેચ ની જીત બાદ ભારત ની હાર નુ કારણ જણાવ્યુ કેપ્ટન સ્મિથ એ અને કીધુ કે આ ખેલાડી ના લીધે

ભારતે નાગપુર અને દિલ્હી ટેસ્ટ જીતી હતી તેવી જ તર્જ પર ઓસ્ટ્રેલિયાએ ઈન્દોર ટેસ્ટ 3 દિવસમાં જીતી હતી. ઓસ્ટ્રેલિયાને ઈન્દોરમાં જીત નોંધાવવા માટે 76 રન બનાવવાના હતા, જે તેણે ત્રીજા દિવસે 18.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધા હતા. ટ્રેવિડ હેડ 49 અને લાબુશેને 28 રન બનાવીને અણનમ રહ્યા હતા. સ્ટીવ સ્મિથે બોલરોને ક્રેડિટ આપી હતી.

ઈન્દોર ટેસ્ટ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ જીતથી ઉત્સાહિત કેપ્ટન સ્ટીવ સ્મિથે પોતાના બોલરોના ખૂબ વખાણ કર્યા. તેણે મેચ બાદ કહ્યું, ‘અમે જે ઇચ્છતા હતા તે થયું, ટોસ હાર્યા પછી અમે પહેલા બોલિંગ કરી અને પછી અમારા બોલરોએ સારી બોલિંગ કરી અને ટીમ ઈન્ડિયા પર દબાણ બનાવ્યું. કુહનમેને પ્રથમ દિવસે સારું પ્રદર્શન કર્યું હતું. અમારા બોલરોએ ભાગીદારીમાં બોલિંગ કરી.

સ્મિથે પૂજારાની પ્રશંસા કરી હતી. કેપ્ટન સ્ટીવ સ્મિથે બીજા દિવસે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સારી બેટિંગ કરવા બદલ ચેતેશ્વર પૂજારાની પ્રશંસા કરી હતી. જ્યારે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો ઓસ્ટ્રેલિયાના સ્પિન બોલરો સામે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે પૂજારાએ 59 રનની ઈનિંગ રમી હતી. બીજી ઈનિંગમાં પૂજારા સિવાય કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો.

દરમિયાન, સ્ટીવ સ્મિથે દિલ્હી ટેસ્ટ પછી સ્વદેશ પરત ફરેલા પેટ કમિન્સને યાદ કરતા કહ્યું, ‘અમે તેના વિશે વિચારી રહ્યા છીએ. અમારી શુભેચ્છાઓ તેની સાથે છે. મેં ભારત સામે મારી કેપ્ટનશિપનો આનંદ માણ્યો. મેં આ અઠવાડિયે કેટલાક જવાબદાર કામ કર્યા. અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચીને ખૂબ જ ખુશ છીએ.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે. ઓસ્ટ્રેલિયાને આશા છે કે પેટ કમિન્સ આ ટેસ્ટ પહેલા ભારત પરત ફરશે અને ટીમ સાથે જોડાશે. પરંતુ તે પહેલા સ્ટીવ સ્મિથે ટીમ ઈન્ડિયાને ખુલ્લો પડકાર આપ્યો છે. તેણે કહ્યું, ‘અમે અમદાવાદ ટેસ્ટમાં આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરીશું અને બોર્ડર-ગાવસ્કર શ્રેણી ડ્રો કરીશું. બીજી તરફ ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહોંચવા માટે કોઈપણ ભોગે છેલ્લી ટેસ્ટ જીતવી પડશે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!