Sports

કડકડતી હાર બાદ હાર નુ ઠીકરુ કેપ્ટન રોહિત શર્મા એ આ ખેલાડી પર ફોડયું અને કીધુ કે બેટીંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ઈન્દોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકેટે હરાવ્યું હતું. આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની બોલિંગનો દબદબો રહ્યો અને ભારતીય બેટ્સમેનો ક્રિઝ પર ટકી શક્યા નહીં. અઢી દિવસમાં ખતમ થયેલી ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને કારમી હાર મળી હતી. જેના પર રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્માએ ઈન્દોર ટેસ્ટ હાર્યા બાદ આ નિવેદન આપ્યું હતું.

રોહિત શર્માએ કહ્યું કે, ‘જ્યારે તમે ટેસ્ટ મેચ ગુમાવો છો, ત્યારે ઘણી એવી વસ્તુઓ થાય છે જે અમારા પક્ષમાં નથી હોતી. દેખીતી રીતે અમે પ્રથમ દાવમાં સારી બેટિંગ કરી ન હતી અને અમે સમજીએ છીએ કે બોર્ડ પર રન લગાવવા કેટલા મહત્વપૂર્ણ છે. એકવાર તેમને 80-90 રનની લીડ મળી ગયા પછી અમારે બેટથી વધુ એક ઇનિંગ રમવી પડી અને અમે તે કરી શક્યા નહીં. જો અમે પ્રથમ દાવમાં સારી બેટિંગ કરી હોત તો સ્થિતિ અલગ હોત.

ઓસ્ટ્રેલિયાએ ઈન્દોર ટેસ્ટ જીતી હતી. ઈન્દોર ટેસ્ટ 1 માર્ચથી શરૂ થઈ હતી. રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ બેટિંગ કરતા પ્રથમ દાવમાં 109 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 197 રન બનાવ્યા હતા અને 88 રનની લીડ મેળવી હતી. ભારત બીજા દાવમાં માત્ર 163 રન જ બનાવી શક્યું હતું. આ રીતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 76 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે કાંગારુ ટીમે 9 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

4-ટેસ્ટ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાની આ પ્રથમ જીત છે. ભારતે અગાઉ રમાયેલી બે ટેસ્ટ મેચ જીતી હતી. હવે છેલ્લી મેચ 9મી માર્ચથી અમદાવાદમાં રમાવાની છે. ઈન્દોર ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે તાકાત બતાવી હતી.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!