અભિનેત્રી રાગણી શાહનું જીવન હતું આવું, આજે કરે છે આવું કામ…
ગુજરાતી સિનેમા અનેક અભિનેત્રીઓ છે,જેમાં સૌથી લોકપ્રિય અભીનેત્રીઓમાં જેમનું નામ બોલાતું હોય, એવા અભિનેત્રી એટલે રાગિણી શાહ! આ અભિનેત્રી અનેક ફિલ્મ, રંગમંચ અને ટેલિવિઝન ક્ષેત્રમાં કામ કર્યું છે. ખાસ કરીને તેમણે ગુજરાતી રંગભૂમિમાં મહત્વનું યોગદાન આપ્યું. ભારતીય ટેલિવિઝન પર તેમણે ઘણી સહાયક ભૂમિકા ભજવી છે, ખાસ કરીને ધારાવાહિક સરસ્વતીચંદ્રમાં દુગ્બાના તેમના અભિનય માટે તેમને યાદ કરવામાં આવે છે.
૫૦ થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો છે. તેઓ એક નિર્દેશક પણ છે. ગુજરાતી ઉદ્યોગમાં પુનરાવર્તિત ભૂમિકાઓ અને નાણાકીય મર્યાદાઓને લીધે, તેમણે મુંબઇ સ્થળાંતર કર્યું, જ્યાં તેમણે કેટલીક હિન્દી ટેલિવિઝન ધારાવાહિકો અને જીવંત ભૂમિકાઓ કરવા માંડી. તેમણે ગુજરાતી ભાષાના ટીવી ધારાવાહિક, મોટી બા માં મુખ્ય ભૂમિકામાં ભજવી હતી, જે ઇટીવી ગુજરાતી પર પ્રસારિત કરવામાં આવતી હતી.
રાગિણીએ ઘણાં હિન્દી ટીવી નાટ્યાત્મક ધારાવાહિકોમાં ભૂમિકા ભજવી છે. ૧૯૯૦ ના દાયકામાં ચાણક્ય નામની હિંદી ધારાવાહિક થકી તેમણે હિંદી ધારાવાહિક ક્ષેત્રે પદાર્પણ કર્યું. આ ધારાવાહિક દુરદર્શન પર પ્રસારિત થતી હતી. સોની ટીવી પર ૧૯૯૯માં એક મહલ હો સપનો કા નામની હિંદી ધારાવાહિકમાં તે રશ્મિ શેખર નાણાવટીની ભૂમિકામાં જોવા મળ્યા હતા, જે ભારતીય ટેલિવિઝન પરના સૌથી પ્રખ્યાત કૉમેડી-ધારાવાહિકોમાંની એક છે.
આ ધારાવાહિક તે જ નામની નવલકથા પર આધારિત હતી; તેમણે દીયા ઔર બાતી હમ (૨૦૧૧–૧૬) માં માં-સાની ભૂમિકા ભજવી હતી, જે ભારતીય ટેલિવિઝન પરના ઉચ્ચ ક્રમાંકિત શોમાંનો એક છે. વિનોદ ગણાત્રાના નિર્દેશનમાં, હારુન અરુણ (૨૦૦૯) માં તેમની ભૂમિકા હતી. શાહે આખા ભારતમાં, યુકે અને યુએસએમાં પણ જીવંત અભિનય આપ્યો છે.
મે ૨૦૧૯ સુધી, રાગિણી શાહ સ્ટાર પ્લસ ચેનલ પર નામકરણ નામની ધારાવાહિકમાં દયાવંતી મહેતાની સમાંતર મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. દિગ્દર્શક મહેશ ભટ્ટે ભૂતપૂર્વ અભિનેત્રી રીમા લાગૂના અચાનક નિધન પછી શાહનો સંપર્ક કર્યો હતો, જે અગાઉ તે જ ભૂમિકા ભજવતી હતી.ખરેખર તેમણે અભિનય ક્ષેત્ર ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. હાલમાં તેઓ અભિનય ક્ષેત્રમાં જ કાર્યરત છે.