10 વર્ષથી ઘરમાં સંતાડીને રાખેલી ગર્લફ્રેન્ડ સાથે આખરે યુવકે લગ્ન કર્યા , ગજબ પ્રેમ કહાની
આ જગતમાં પ્રેમ માટે વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. પ્રેમ તો આંધળો નથી પરંતુ પ્રેમમાં પડનાર વ્યક્તિઓ જરૂર આંધળા થઈ જાય છે. હવે તમે વિચાર કરો કે, કોઈ વ્યક્તિ લગ્ન કરવા માટે એટલે હદ સુધી ચાલ્યો જાય કે, પોતાની ગર્લ ફ્રેન્ડ ને 10 વર્ષ સુધી ઘરમાં જ સંતાડી રાખે. હા આ સાંભળતા તમને વિશ્વાસ નહિ આવે પરતું હકીકતમાં આવું જ થયું છે. આ ઘટના છે કેરળ ની જ્યાં છેલ્લા 10 વર્ષથી આ યુવકે તેની ગર્લફ્રેન્ડને ઘરમાં સંતાડીને રાખી હતી.
ખાસ વાત એ કે, કોઈને પણ ખબર ના પડે તેમ સિંગલ રૂમમાં બંને સાથે રહ્યા.10 વર્ષ પછી કોર્ટ મેરેજ કર્યા બાદ રહેમાન અને તેની ગર્લફ્રેન્ડ સજિતા સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. આ બંનેએ સબ-રજિસ્ટર ઓફિસમાં સજિતા સાથે લગ્ન કર્યા. કોર્ટ મેરેજમાં રહેમાન અને સજિતાએ સાદગી રીતે લગ્ન કર્યા. 10 વર્ષ સુધી સપોર્ટ કરનારા લોકોનો કપલે આભાર માન્યો હતો અને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું.
સૌથી મહત્વની વાત એ છે કે, ઘરમાં જ રહેતી હોવા છતાં પણ 10 વર્ષમાં ક્યારેય યુવકના ઘરના લોકો ને ખબર પણ ન પડી કે, તેમાં ઘરમાં એક યુવતી રહી છે.ફેબ્રુઆરી,2010માં ઘરેથી ભાગીને આવેલી સજિતા વર્ષોથી રહેમાનના ઘરે રહેતી હતી. સજિતાના ઘરથી માત્ર 100 મીટરના અંતરે રહેમાનનું ઘર હતું. ત્રણ રૂમ અને રસોડાના ઘરમાં સજિતા પણ રહેતી હતી એ વાતનો અણસાર આજ સુધી રહેમાનના પરિવારને ના આવ્યો.
કોર્ટ મેરેજમા સજિતાના પેરેન્ટ્સ હાજર રહ્યા હતા, પણ રહેમાનના ઘરેથી કોઈ નહોતું આવ્યું. રહેમાન અને સજિતાના લગ્નમાં MLA કે.બાબુ પણ હાજર રહ્યા હતા. તેમણે કપલને આશીર્વાદ આપતા કહ્યું, તમારું ડ્રીમ હાઉસ બનાવવામાં સરકાર મદદ કરશે.ખાસ વાત એ કે, રહેમાન 10 માર્ચથી ગાયબ હતો. તેના પરિવારને રહેમાન કયા ગયો છે તેની કોઈ જ ખબર નહોતી. 7 જૂન, 2021ના રોજ રહેમાનના ભાઈ બશીરે તેને ગામથી 30 કિલોમીટર દૂર જોયો અને એ પછી તેનો પીછો કરી પોલીસને જાણ કરી દીધી. રહેમાન પોતે હાઉસ પેન્ટર છે. 35 વર્ષીય રહેમાન ભાડેના મકાનમાં રહેતો હતો અહીં પોલીસને શોધખોળ કરતા એક મહિલા મળી હતી જે સજીતા હતી.