નીચી હાઈટ ધરાવતી મહિલા કોઈ સામાન્ય નથી ! હોદો જાણીને સલામ કરશો.
આપણે સૌ જાણીએ છીએ કે ઘણા માનવી ના શરીર માં કંઇક ને કંઇક ખામી હોવાના કારણે તેને એ ખામીના લીધે હમેંશા સામાન્ય માણસ ની તુલના માં નીચું જોવું પડે છે, અને ઘણા લોકો આવા લોકોની ખામી નો મજાક પણ ઉડાડતા હોઈ છે, અને એવીજ એક વાત કરીએ તો આપણે જોયું હશે ઘણા માણસો પોતાના નાના કદ ના કારણે તેને સામાન્ય માણસ સાથે તેની તુલના ખુબજ ઓછા પ્રમાણ માં થાય છે, અને સામાન્ય વ્યક્તિ તેના હુન્નર કે આવડત ને મહત્વ નથી આપતો તેના શરીર ને મહત્વ આપે છે, પરંતુ કોઈ દિવસ કોઈના કદ શરીર ની ખામી ને આધીન સામાન્ય સમજવો નહિ, તેમનામાં પણ આપણી જેટલી જ કાર્યક્ષમતા હોઈ છે.
તેવીજ વાત કરીએ ૨૪ વર્ષની હરવિંદર કૌર ઉર્ફે રૂબી રહે-રામામંડી તેનું કદ ૩ ફૂટ અને ૧૧ ઇંચ છે. હાલમાં પંજાબ ના જલંધર ની કોર્ટમાં વકીલ છે, ભૂતકાળ માં હરવિંદર કૌર કે જેના નાના કદના કારણે આ છોકરી નો લોકો ખુબ મજાક ઉડાવતા હતા, હરવિંદર ને તેના કદના કારણે તેના નાનપણ થી મહેણા સાંભળવા પડ્તા હતા. પરંતુ હાલ તેની કાબીલયત અને આવડત ના કારણે તે જ લોકો તેને સલામ કરે છે, અને મહત્વની વાત તો એ છે કે આ છોકરી ભારતની સૌથી નાના કદની વકીલ છે.
હરવિંદર નું સપનું પહેલેથી વકીલ બનવાનું નહોતું તે બાળપણ થી એરહોસ્ટેસ બનવા માંગતી હતી, પરંતુ તેના નાના કદના કારણે તેનું આ સપનું પૂરું થઇ શક્યું ન હતું. હરવિંદર ના માતા-પિતા એ તેના કદનાં કારણે તેની ઉંચાઈ વધારવા માટે ઘણા ડોકટરો ને બતાવ્યું, ઘણી દવાઓ લીધી, ઘણા ઉપચાર કર્યા પણ કોઈ ફાયદો થયો નહિ. હરવિંદર ને ઘણા સમય સુધી પોતાના નાના કદના કારણે દુખ થતું પરંતુ ધો-૧૨ ની પરીક્ષા દરમિયાન તેણે મોટીવેશનલ વિડીઓ જોવાનું નક્કી કર્યું, અને તેના કારણે તેની હિંમત વધી, અને તેણે ત્યારે વિચાર્યું ભગવાને મને જેવી બનાવી મોકલી છે, તેવો મારે સ્વીકાર કરવો પડશે.
હરવિંદર એ વધુમાં એમ પણ જણાવ્યું હતું, કે તેના મહોલ્લા થી સ્કુલ સુધીના સમયગાળામાં તેનો ખુબજ મજાક ઉડાવવા માં આવતો હતો, તેના કારણે તે ખુબજ હેરાન પરેશાન થઇ ગઈ હતી, અને એક સમય તેણે પોતે જાતે એક રૂમ માં બંધ રાખવાનું નક્કી કરી લીધું હતું. આને કારણે તેને ઘણી વાર સુસાઇડ ના પણ વિચાર આવ્યા હતા.
પરંતુ હરવિંદર ના લાઇફ નો સારો મોડ આવ્યો તેની કોલેજ લાઇફ શરુ થયા બાદ અને કોલેજ પૂરી થયા બાદ તેણે કાનૂની લાઈન એટલે llb માં પોતાનો રસ દાખવ્યો અને તેણે llb કર્યું અને ત્યારબાદ ૨૩ નવેમ્બર ૨૦૨૦ ના રોજ “બાર કાઉન્સિલ ઓફ પંજાબ એન્ડ હરિયાણા દ્વારા લાઇસન્સ અને એનરોલ્મેન્ટ સર્ટીફીકેટ મળ્યું. અને હાલ તે જાલન્ધર કોર્ટમાં ક્રિમીનલ કેસ અને સાથે સાથે જ્યુડીશીયલ સર્વિસ ની પણ તૈયારી કરે છે. અને હવે લો ફિલ્ડ માં આગળ વધ્ય બાદ તેનું સપનું જજ બનવાનું છે.