એક એવુ ગામ કે જ્યા લગ્ન મા કન્યા ની વિદાય નથી થતી પરંતુ વરરાજા જ ઘર જણાઈ રહેવા વયા જાય છે..
હાલ દિવાળી બાદ લગ્નની સીઝન ખુબ જોરશોર માં ચાલી રહી છે, આપણા આખા દેશમાં લગ્ન એ એક સંસ્કાર રૂપે માનવામાં આવે છે, લગ્ન એ એક એવી સંસ્કૃતિ છે કે જેનાથી દંપતી એક બીજા સાથે અગિન ની સાક્ષીએ ફેરા લઇ સાત જન્મ સુધીના સાથ ના વચનો લે છે, અને આપ સૌ જાણો છો કે લગ્નબાદ દીકરી પોતાના પિયર માંથી હમેંશ ને માટે સાસરીયે જાય છે, આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે, પરંતુ આજે એવી વાત છે કે, આપણા દેશમાં એક એવું ગામ છે, જ્યાં લગ્નબાદ કયારેય કન્યા ની વિદાય થયી નથી, ત્યાં વર ને કન્યા ના ઘરે વળાવે છે.
આપણા દેશનું એક એવું ગામ કે જ્યાં લગ્ન પછી કન્યા ની વિદાય નહિ પરંતુ વર ની વિદાય કરવામાં આવે છે, તેવું એક ગામ રાજસ્થાન ના સૌથી ઊંચા હિલ સ્ટેશન માઉન્ટઆબુ પાસે આવેલું એક નાનકડું ગામ “જવાઈ” કે જ્યાં વર્ષોથી એક અનોખી અજીબ પરંપરા ચાલી આવી છે. કે અહીં કન્યા ના લગ્નબાદ કન્યા ની વિદાય નથી થતી ઉલટાનું હમેંશા વર જ લગ્નબાદ સાસરિયામાં વસી જાય છે. આ પરંપરા પાછળ નું કારણ એ છે કે આ ગામ જવાઈ માં કન્યા ઓની સંખ્યા વધુ હતી, તેથી તેમના લગ્ન માટે સબંધ કરાવવો ખુબજ મુશ્કેલ થઇ જતો હતો. ત્યારબાદ અહીં લગ્નબાદ દીકરીઓને નહિ વર ની વિદાય કરવાની પરંપરા શરુ કરવામાં આવી હતી.
આ પરંપરા બાદ દીકરીઓના પતિને તેના સાસરિયામાં કાયમ વસાવવાનું શરુ થયું. હાલ દિવાળી બાદ દેવ ઉઠી અગિયારસ આવી રહી છે, અને તેની પછી લગ્નની સીઝન શરુ થશે. અને આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન માટે પ્રાચીન કાળથી ચાલતી આવતી પ્રથા મુજબ લગ્નબાદ દુલ્હનની વિદાય કરવામાં આવે છે, પરંતુ રાજસ્થાન ના જવાઈ ગામ માં દુલ્હન ની બદલે વરરાજા ની વિદાઈ થાય છે. આ કારણોસર સર આ ગામનું નામ પણ “જવાઈ” રાખી દેવામાં આવ્યું હતું.
આ ગામ “જવાઈ” માઉન્ટઆબુ થી માત્ર ૧૦ કિલોમીટર દુર આવેલું છે. આ ગામ પર્વતમાળા માં વસેલું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળેલ કે આ ગામની આ અનોખી પરંપરા છેલ્લા ૭૦૦ વર્ષોથી ચાલી આવે છે, અને આ ગામમાં હાલ ૨૫૦ જેટલા લોકો વસવાટ કરે છે. આ ગામમાં ૪૦ પરિવાર રહે છે, અને આ પરિવાર પરમાર રાજપૂત છે. અને અહીં વસતા પરિવારના લોકો ખેતી કરી અને ગાડી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.