Sports

મુંબઈ ની ટીમ મા અચાનક થયો મોટો બદલાવ ! રોહિત નહી પણ આ ખેલાડી હશે કેપ્ટન….જાણો શુ છે કારણ

IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સને લીગની 16મી સિઝન પહેલા જ મોટો આંચકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા આગામી સિઝનની તમામ મેચોમાં રમી શકશે નહીં. ‘હિટમેન’ની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ મળી શકે છે. વર્કલોડ મેનેજમેન્ટના કારણે રોહિતને IPL 2023ની કેટલીક મેચોમાંથી બહાર બેસવું પડી શકે છે. જો આમ થશે તો રોહિતની ગેરહાજરીમાં સૂર્યકુમાર મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી શકે છે. સૂર્યાએ અત્યાર સુધી IPLની કેપ્ટનશિપ કરી નથી કારણ કે રોહિતની ગેરહાજરીમાં કીરોન પોલાર્ડ ટીમનો કેપ્ટન હતો.

આઈપીએલ 2023 પછી ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ ભરચક રહેવા જઈ રહ્યું છે. વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગની ફાઈનલના માત્ર નવ દિવસ બાદ, રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ રમવાનું છે. લંડનના ઓવલ મેદાન ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે WTC ફાઇનલ 7 જૂનથી શરૂ થશે. WTC ફાઈનલ પછી, ભારતે એશિયા કપ પણ રમવાનો છે અને ત્યારબાદ ઓક્ટોબર-નવેમ્બરમાં ODI વર્લ્ડ કપ 2023 છે. આવી સ્થિતિમાં ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ મહત્વપૂર્ણ બની જાય છે.

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર IPL 2023માં રોહિત કેટલીક મેચોમાં બહાર બેસીને આરામ લઈ શકે છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે લીગની 16મી સિઝનમાં તેની પ્રથમ મેચ રવિવારે (2 એપ્રિલ) બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમવાની છે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે રોહિત પોતે નક્કી કરશે કે તે કઈ મેચ રમશે અને કઈ નહીં. જો રોહિત આઈપીએલ દરમિયાન આરામ કરવાનો નિર્ણય લેશે તો સૂર્યકુમાર ટીમનું નેતૃત્વ કરશે.

કિરોન પોલાર્ડ છેલ્લી સિઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સનો વાઇસ-કેપ્ટન હતો, પરંતુ તેની નિવૃત્તિ પછી સૂર્યકુમાર વાઇસ-કેપ્ટન માટે પ્રથમ પસંદગી છે. વિશ્વના નંબર-1 T20 બેટ્સમેન સૂર્યાને આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે રોહિત ટીમ સાથે રહેશે અને સૂર્યકુમારને ડગઆઉટમાંથી માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે. રોહિત IPLના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટન છે, જેણે રેકોર્ડ પાંચ વખત ટ્રોફી જીતી છે. તેણે 2013, 2015, 2017, 2019 અને 2020માં મુંબઈ ઈન્ડિયન્સને ખિતાબ જીત્યો છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!