સુરેન્દ્રનગરમાં શિંગડા ધરાવતું વિચીત્ર સરિસૃપ ખેતરમાં દેખાયું, આ વીડિયો જોઈને તમારી આંખો પહોળી થઇ જશે જુઓ..
આ જગતમાં અનેક માનવજાતિની સાથે પ્રાણી અને જીવ સુષ્ટિ વાસ કરે. અનેક પ્રકારના એવા જીવો પણ રહે છે , જેને આપણે ક્યારેય જોયા નહિ હોય. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક અનોખો જીવ વાયરલ થઈ રહ્યો છે. તમે ક્યારેય શિંગડાવાળા સાપ જોયા છે ?
એક વિડીયો સામે આવ્યો છે. જેમાં અલગ જ કલરનું શિંગડાવાળું એકદમ સાપ જેવું દેખાતું છે. જમીન પર સરિસૃપ રીતે માથાના ભાગે શિંગળા જેવું દેખાય તેના વિશે સૌ કોઈ સાવ અજાણ છે. સોશિયલ મીડિયામાં એક વિચિત્ર સરિસૃપનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો સુરેન્દ્રનગરનાં વડીયા ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગામની સીમમાં આ વિચિત્ર સરિસૃપ જોવા મળ્યો છે. જેને ઉપર સફેદ અને કાળા કલરનાં પટા અને તેનાં માથે શિંગડાંજેવું કંઈક જોવા મળતાં કુતુહલ સાથે આશ્ચર્ય જોવાં મળ્યું. ખેતરમાં નીકળેલા આ જીવને જોઈ એક શખ્સે તેનો વિડીયો વાયરલ કરેલ હતો.પહેલી વાર આવું વિચિત્ર સરિસૃપ જોવા મળી રહ્યું છે. આજના સમયમાં અનેક પ્રકારના સરિસૃપ જોયા છે. પરંતુ આવો કલર અને માથે શિંગડા દેખાય તેવા વિચિત્ર સરિસૃપ જીવ ક્યારેય પણ જોવા મળ્યો નથી.
સુરેન્દ્રનગરમાં શિંગડા ધરાવતું વિચીત્ર સરિસૃપ ખેતરમાં દેખાયું, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ (VIDEO)#Surendranagar #vadiya #viralvideo pic.twitter.com/F2bK4R4WUs
— Watch Gujarat (@WatchGujarat) September 12, 2022
આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ લોકોમાં કુતુહલ સર્જાયું હતું. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ખેડૂત ખેતર દેખાય છે. જેમાં કોઈ વ્યક્તિ નાના નાના છોડમાં કંઈક શોધતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વિચિત્ર સરિસૃપ ખેતરમાં ચાલતો દેખાઈ રહ્યો છે. જેને પશુઓની જેમ માથે 2 શિંગડા જેવું જોવા મળી રહ્યું છે. તેનું કદ નાનું છે પણ તેનો કલર સાવ જુદો જ જોવા મળી રહ્યો છે. આ સરિસૃપને જોતા લોકો પણ વિચારમાં પડી ગયા છે. કે આ શક્ય કેમનું છે ?