ફળો વેચનાર વ્યક્તિ આજે એટલા કિલો સોનુ પહેરે છે કિંમત જાણીને ચોંકી જશો.બપ્પી લહેરી પણ તેમનાથી…
દરેક વ્યક્તિ પોતાનું જીવન સુખદાયી અને આરામ દાયજ ઇચ્છતો હોય છે. પોતાના જીવનની દરેક વસ્તુઓ તેના માટે ખૂબ જ ખાસ હોય છે. આપણે જાણીએ છે કે, દરેક વ્યક્તિનાં વીચારો સરખા નથી હોતા. ઘણા વ્યક્તિઓને કાર નો શોખ હોય છે તો કોઈ વ્યક્તિ ને અવનવા કપડાં પહેરવાનો હોય છે તો કોઈ વ્યક્તિને સોનાના આભૂષણો પહેરવાનો શોખ હોય છે. જ્યારે સોનાની વાત આવે ત્યારે સૌથી પહેલા સ્વર્ગસ્થ બપ્પી લહેરી યાદ આવી જાય. બપ્પી લહેરી ને ખૂબ જ શોખ હતો. આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જેનએ જોઈને તમે મોહી જશો.
80-90ના દાયકામાં ભારતમાં ડિસ્કો સંગીત ને પ્રખ્યાત કરનાર ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું ગઈકાલે મુંબઈ ખાતે નિધન થયું છે. બપ્પીદા ને સોનાનાં ઘરેણાં પહેરવાનો ખુબ શોખ હતો. તેમના ગળામાં હંમેશાં જાડી સોનાની ચેઇન અને હાથમાં વીંટીઓ રહેતી હતી.રાજસ્થાનમાં પણ એક માણસ સોનાનો શોખીન છે. ચિત્તોડગઢમાં રહેતા કન્હૈયા લાલ ખટીકને પણ સોનું પસંદ છે. તેમને ફિલ્મો સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તે એટલું સોનું પહેરે છે કે લોકો તેને મેવાડના બપ્પી લાહિરી કહેવા લાગ્યા.
તેમને રાજસ્થાનના ગોલ્ડમેન તરીકે પણ ઓળખવામાં આવે છે.કનૈયા લાલ એ તેમના એક મિત્રે એકવાર તેમને પહેરવા માટે સોનાની ચેઈન આપી હતી. ત્યારથી મને સોનું પહેરવાનો શોખ થઈ ગયો છે. મને બપ્પી લાહિરીનાં ગીતો સાંભળવા પણ ખુબ ગમે છે.કનૈયાલાલ 15 વર્ષ પહેલાં ચિત્તોડ બસ સ્ટેન્ડ પર ફળોની લારી ચલાવતા હતા. ત્યારે તેમને સોનાનો એટલો શોખ નહોતો. તેના એક મિત્રએ બે તોલાની ચેઈન પહેરાવી ત્યારથી જ સોનાનો ખુબ શોખ જાગ્યો. કાશ્મીરથી સફરજન ની ટ્રકો મગાવવાની શરૂ કરી
આ કામ એટલું ખીલ્યું કે 4 વર્ષ પછી તેના દિવસો બદલાઈ ગયા.હવે તેમનું નામ શાહુકારોમાં ગણવામાં આવી રહ્યું છે.કનૈયા લાલ કુલ 3.5 કિલો સોનું પહેરે છે. તેઓ કહે છે- 2014-15 ના વર્ષ માં સીપી જોશીએ લોકસભા ચૂંટણી દરમિયાન તેમનો પરિચય બપ્પી લાહિરી સાથે કરાવ્યો હતો. બપ્પી દા તેમને જોઈને ચોંકી ગયા. ભારતમાં કોઈક તો તેમના જેવું કોઈ છે, જે ઘણા સોનાના આભૂષણો પહેરે છે.