મુકેશ અંબાણીનાં એન્ટીલિયામાં એક રહસ્યમય રૂમ, અંદર પગ મુકતા જ યુરોપમાં પહોંચી જશો! જુઓ આ રૂમની તસ્વીરો….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, મુકેશ અંબાણીનું આલીશાન ઘર એશિયાનું સૌથી કિંમતી ઘર છે. 27માળનું આ ઘર એટલું સુંદર છે કે તમે કલ્પના પણ ન કરી શકો. આજે અમે આપને એક એવી વાત કરીશું કલ્પના પણ નહીં કરી હોય. 27 માળના આ ઘરમાં એક એવો રૂમ આવેલો છે જેની સાથે એક રહસ્ય જોડાયેલું છે. આ રૂમ મોટા ભાગે બંધ જ રહે છે, ચાલો અમે આપને જણાવીએ આખરે આ રૂમમાં શું રહસ્ય જોડાયેલું છે.
27માળના ઘરમાં તમામ પ્રકારની સુખ સુવિધા જોવા મળે છે. જોકે, આ ઘરમાં એક ખાસ વાત છે અને તે બરફવાળો રૂમ.
તમને વિચાર આવશે કે, અંબાણી પરિવારે ઘરમાં એક બરફવાળો રૂમ શા માટે બનાવ્યો છે તો અમે આપને જણાવીએ કે આ સ્નો રૂમ છે અને અંદર પહોંચતા જ તમને યુરોપના પર્વતીય વિસ્તારનો અનુભવ થશે.
આ રૂમ સામાન્ય રીતે સીલ રહે છે. ઘણીવાર આ રૂમનું તાપમાન માઈનસમાં જતું રહે છે. આ રૂમમાં કૂલિંગ પ્લાન્ટ, પંપ, ટ્રિમિંગ, ટ્રમ્પલ પ્રોટેક્શન, પંખો, બરફ ઉત્પન્ન કરવા માટે ડિવાઈસ તથા ઓટોમેટિક મશીનરી સિસ્ટમ હોય છે. આ રૂમ આર્ટીફિશયલી બરફ બનાવવામાં સક્ષમ છે.સૌથી ખાસ વાત એ છે કે વર્ષ 2010માં એન્ટિલિયા બનીને તૈયાર થયું હતું. આ ઘર અંદાજે 6 હજાર કરોડ રૂપિયામાં બન્યું છે. ઘણાં મીડિયા રિપોર્ટ્સમાં આ ઘરની કિંમત 12 હજાર કરોડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘર દુનિયાના સૌથી મોંઘા ઘરમાંથી એક છે.
ઉપરના છ માળ પર અંબાણી પરિવાર રહે છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ એક વખત કહ્યું હતું કે તેમને તડકો ઘણો જ પસંદ છે અને તેથી જ તે ઉપરના ફ્લોર પર રહે છે.
અંબાણીના ઘરમાં ખાસ 170 કાર એક સાથે પાર્ક થઈ જાય એટલું મોટું ગેરજ બનાવામાં આવ્યું છે અને ઘરની ટેરસ પર ત્રણ હેલિપેડ છે. 27 માળના આ ઘરની દેખરેખ માટે 600 નોકરનો સ્ટાફ રાખ્યો છે અને તમામ કર્મચારીઓનો પગાર 2 લાખ રૂપિયાથી પણ વધારે છે.