મુસ્લિમ યુવાને બનાવી ઇ બાઇક અને નામ આપ્યું મોદી બાઇક! ગરીબ પરિસ્થિતિ હોવા છતાં યુવાને આ રી
આજના સમયમાં દરેક યુવાનો પોતાની આવડત દ્વારા આગળ વધી રહ્યા છે, ત્યારે આજે અમે આપને એક એવા યુવાનો વિશે જણાવશું જેને ખૂબ જ ઉમદા કામગીરી કરી છે. આ યુવાનના વખાણ મન કી બાત પર મોદીજીએ કરેલા. હવે વિચાર કરો કે જે કામગીરીના વખાણ મોદી જી કરતા હોય એ કામ કેટલું ફાયદાકારક અને ઉપયોગી હશે. ચાલો આ સરહાનિય કામગીરી વિશે વધુ જાણીએ. અને જાણીએ છીએ તેનું નિર્માણ કંઈ રીતે થયું એ તમામ બાબતો અમે આપને જણાવીશુ.ખરેખર આ ઘટના ખુબ જ ચોંકવનારી પણ સરહાનિય છે. ચાલો આ યુવાનોની સફળતા વિશે જાણીએ.
વાત જાણે એમ છે કે, મેરઠના વકાર અહમદ ઓટો એન્જીનીયરીંગના વિધાર્થી છે. જેને હજુ તો અભ્યાસ પૂરો નથી થયો, તેણે અભ્યાસ કરતા કરતા જ નક્કી કરી લીધું કે એક ખાસ પ્રકારની બાઇક બનાવશે. આમ પણ કહેવાય છે ને કેસપના એના જ સાચા પડે છે જે એ સ્વપ્નને પુરા કરવા દિવસ રાત એક કરી નાખે છે. વકાર દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ ટેકનોલોજીના ટોપર છે. તેમનો પરિવાર ખૂબ જ આર્થીક રીતે નબળો છે પણ તેને પોતાની આવડત દ્વારા આગળ વધ્યો છે.
પોતાના વિચારો અને ભવિષ્યનું વિચારી ને એક ઇલેક્ટ્રિક બાઇક બનાવી છે. તેની ટોપ સ્પીડ લગભગ 150 કિમિ પ્રતિ કલાક છે. કહેવાય છે ને કે ઉત્તમ સર્જન એ છે એ કે તમે કંઈક પોતાની આપમેળે નવું નિર્માણ કરો. આ યુવાને પણબાઇક તેને કાર અને બાઇકના ભાગો જોડીને બનાવી છે. અત્યાર સુધીની જે પણ ઇલેક્ટ્રિક બાઈક બની છે તે આ સ્તરની નથી અને વકારની બાઇક સ્પોર્ટ્સ બાઇકને પણ ટક્કર આપે છે. વકારનું કહેવું છે કે મોદીજીના સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરીત થઈને તેમણે આ બાઈક બનાવી છે.
ખાસ કરીને આ યુવાને પોતાની બાઇકનું નામ પણ તેમણે મોદી જ રાખ્યું છે. આ યુવાનનને આ બાઇકને બનાવામાં 72,000 રૂપિયાનો ખર્ચ આવ્યો છે.અન્ય બાઈક્સથી અલગ આ બાઇકમાં ચેઇનની જગ્યાએ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ બાઇકની ખાસીયત એ છે કે તેને કારની જેમ રિવર્સ પણ ચલાવી શકાય છે.તેમાં રી-જનરેટર મોટર પણ લગાવામાં એવલી છે, જેનાથી મોબાઇલ અને લેપટોપ પણ ચાર્જ કરી શકાય છે.આ પ્રકારની વિદેશી મોટરસાયકલ્સની કિંમત 20 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
સૌથી મહ્ત્વની વાત એ છે કે આ બાઇક પ્રદુષણ મુક્ત છે તેમજ ઇકો-ફ્રેન્ડલી છે. આ બાઇકનું મેન્ટેનન્સ ઝીરો છે, એક એપની મદદથી ઘરે જ તેની સર્વિસ કરી શકાય છે. બાઇકમાં ડ્રાઇ બેટરી અને ડિજિટલ મીટર લગાવવામાં આવ્યા છે. માત્ર 20 રૂપિયાના ખર્ચથી ચાર્જ કર્યા બાદ આ બાઇક 100 કિલોમીટર સુધી ચાલી શકે છે. ખરેખર આ બાઇક દ્વારા યુવાને પોતાનું નામ તો બનાવ્યું પણ દેશ ને એક મહત્વની ભેટ આપી છે.