ડાયમંડ કીંગ સવજીભાઈ ધોળકીયા એ આ ગામમાં હરીકૃષ્ણ સરોવર બનાવડાવ્યુ ! જોવો સરોવર નો…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં સુરત શહેરમાં સવજીભાઈ ધોળકીયાનું નામ મોખરે છે. જીવનમાં અથાગ પરિશ્રમ કરીને આપમેળે તેઓ સફળ બિઝનેસ બન્યા.જીવનમાં આવેલી મુશ્કેલીઓનો સામનો કરીને આજે તેઓ ખૂબ જ વૈભવશાળી ભર્યું જીવન જીવે છે.આ વાત ને તો આપણે નકારી ન શકીએ. સવજીભાઈના નાના ભાઈ ઘનશ્યામભાઈ માટે હાલમાં જ મુંબઈ શહેરમાં કરોડો રૂપિયાનો બંગલો ખરીધો હતો.
તેમની પાસે અઢળક સંપત્તિ હોવા છતાંય સદાય તેમને પોતાના દીકરાઓને જાતે પૈસા કમાવવા દીધા છે, જેના થકી તેમનાંમાં પૈસા ની કિંમત સમજાય.આ સિવાય તેમને લોક કલ્યાણ અર્થે સારું કામ કર્યું છે, જેમાં સૌથી પહેલા આવે છે હરિ કૃષ્ણ તળાવ. આ તળાવ નું નિર્માણ થયા પછી સ્વયં મુખ્યમંત્રી શ્રી આ તળાવ ની સફર માણી હતી. આ સ્થાન સવજીભાઈ માટે તેમનું ડેશટીનેશ પ્લેસ છે. ચાલો આજે આપણે જાણીએ આ તળાવ વીશે કે, ક્યાં કારણોસર આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું.
સવજીભાઈએ અમરેલી જિલ્લાના દુધાળા ગામે 200 વીઘા જેટલી જગ્યામાં સ્વખર્ચે નદીમાંથી માટી કાઢવાનું કામ આદર્યું હતું. બે મહિના સુધી રાત દિવસ આ કામ કરી સવજીભાઈએ લાઠીના દુધાળા અને અકાળા ગામની સીમને અડીને આવેલા મોટા વિસ્તારમાં સરોવરનું નિર્માણ કરાવ્યું.કોઈની પાસે એક પણ રૂપિયો લીધા વગર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા વિશાળ સરોવરમાં તાજેતરમાં સારા વરસાદના કારણે પાણી આવતા ગામ લોકોની સાથે સવજીભાઈની આંખમાં પણ હર્ષના આંસુ સરી પડ્યાં હતા.
સરોવરમાં પહેલી વાર આવેલા પાણીને જોવા માટે આજુબાજુના ગામના લોકો પણ ઉમટી પડ્યાં હતા. સુરતમાં આરામનું જીવન છોડી પોતાના વતનનું ઋણ અદા કરવા સવજીભાઈ માત્ર ફંડ આપી દેવાને બદલે બે મહિનાની સતત આ કામનું જાતે નિરીક્ષણ કરી રહ્યાં હતા.ખરેખર આ તળાવ ખૂબ જ ફાયદાકારક છે. આ તળાવનો હેતુ શું હતો અને કંઈ રીતે બનાવ્યો તેમજ શું શું સુવિધાઓ રાખવામાં આવી છે.
280 વિઘા જમીનમાં સરોવર તૈયાર કરવામાં આવ્યું અને જેમાં150 વિઘા જમીનને સુંદર બગીચાના રૂપમાં ફેરવી લીલુંછમ વાતાવરણનું સર્જન થાય તેવું પ્લાન્ટેશન ઊભું કરવામાં આવ્યું.આ સરોવરની સરેરાશ ઊંડાઈ 15 ફીટ છે.આ તળાવ બનાવવાનું કારણ એ હતું કે,અમરેલી જિલ્લાના દુધાળા સહિત નજીકના વિસ્તારમાં સિંચાઈના પાણીની મોટી સમસ્યા છે. આ તળાવ દ્વારા ગામની ખેતીની આવકમાં વર્ષે સારી આવક જોવા મળતા તેઓએ પોતાના વિસ્તારને સમુદ્ધ બનાવવાનો વિચાર કર્યો.