પુજારીના એક અવાજે મગર નદી ની બહાર આવી જાય છે ! તેની પાછળ રહેલુ છે એક ખાસ કારણ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર પૃથ્વી પર માનવી ફક્ત એકલો જ નથી કે જે વસવાટ કરે છે. પરંતુ મનુસ્ય ઉપરાંત અનેક અન્ય જીવો પણ આ સમગ્ર વિશ્વમાં વસવાટ કરે છે. આ પૈકી અમુક જીવો ઘણા જ ખૂંખાર હોઈ છે કે જેને જોતા લોકોના મનમાં ઘણો ડર ઉદભવે છે. આ પૈકી એક જીવ મગર છે. આપણે સૌ જાણીએ છીએ કે મગર ઘણો જ ખૂંખાર જીવ છે. તે પોતાના શિકાર ને એક વાર પકડી લે પછી તેને જીવતો છોડતો નથી. જો કોઈ વ્યક્તિ પાસે કે આસ પાસ મગર આવે તો લોકો માં તેના ભઈ ના કારણે ભાગ દોડ મચી જાય છે. અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આ જીવથી દૂર ભાગવા લાગે છે.
પરંતુ તમને એમ કહેવામાં આવે કે મગર કોઈ વ્યક્તિ ના પાલતુ પણ હોઈ છે તો ? સ્વાભાવીક છે કે તમને નવાઈ લાગશે કે આ જીવ કોઈ નો પાલતુ કઈ રીતે થઈ શકે. કારણ કે આપણે સૌ જાણીએ છિએ કે આ જીવ ઘણું જ ખૂંખાર છે. પરંતુ આપણે અહીં એક એવી વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છિએ કે જેની સાથે મગર ઘણા સહજ છે. અને આ વ્યક્તિ ના એક એવાજે મગર પાણી ની બહાર આવી જાય છે તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.
આ ઘટના છત્તીસગઢના કોટમી સોનારમાં આવેલા એક તળાવની છે. આ તળાવ પાસે એક પૂજારી જોવા મળશે. કે જેમનું નામ સીતારામ દાસ છે. આ પૂજારી મગરને ઘણો પ્રેમ કરે છે. તેઓ આ ખૂંખાર જીવ ને પોતાના બાળકો માને છે. તમને જણાવી દઈએ કે મગર પણ આ પૂજારી પ્રત્યે ઘણી લાગણી રાખે છે જેના કારણે જ્યારે પણ પુજારી તેમને અવાજ કરે ત્યારે આ મગર પાણીની બહાર આવી જાય છે.
નવાઈ ની વાત તો એ છેકે આ મગર પૂજારીના ઈશારા અને અવાજને પણ ઓળખી લે છે. જો કે તમને જણાવી દઈએ કે લગભગ 15 વર્ષ પહેલા સીતારામ દાસજી ને મગરના હુમલાનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેમને પોતાનો એક હાથ પણ ગુમવ્વો પડ્યો હતો. આવો ગંભીર અકસ્માત બન્યો છતાં પણ સિતારામ દાસજી ના મન માં મગર ને લઈને સહેજ પણ ગુસ્સો નથી પરંતુ તેઓ મગરને ઘણો પ્રેમ કરે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે પોતાનો એક હાથ ગુમાવ્યા બાદ પણ પુજારીએ મગરની દેખરેખનો નિર્ણય કર્યો. તેમણે એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે મગર મને નુકશાન નથી પહોચાડતા. પરંતુ તેમણે મને એટલા માટે પકડ્યો હતો કે હું તેમના માર્ગ માં આવ્યો હતો. જો કે તે પછી મગરે મને જવા દીધો હતો.
જો વાત આ પૂજારી અન્હે કરીએ તો જણાવી દઈએ કે પૂજારી સીતારામ દાસ છેલ્લા 50 વર્ષોથી આ ગામમાં રહે છે. અને અગાઉ તેઓ ગાયોની દેખરેખ રાખતા હતા. જોકે છેલ્લા થોડા સમયથી તેઓ મગર તરફ આકર્ષિત થયા. અને તેની દેખરેખ રાખે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સિતારામ દાસ દરેક મગરને તેના ચહેરા દ્વારા જ ઓળખે છે. તેમણે પોતાનું આખું જીવન મગરની સેવા કરવામાં જ અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે.