EntertainmentGujarat

4 કરોડ ની કાર અને 80 કરોડનું ઘર ! જાણો કેટલી સંપતી નો માલિક છે વિરાટ કોહલી.

આપણા દેશમાં ક્રિકેટ વિષે તો આપ સૌ જાણો છો ક્રિકેટ આપણા દેશની સૌથી લોકપ્રિય રમત છે, અને તેમાં પણ આપણા ભારત દેશના ક્રિકેટરો ની વાત કરીએ તો તે ભારત માં તો ખરી પંરતુ આખી દુનિયામાં ખુબજ લોકપ્રિય છે. અને તેમાં હાલમાં ખુબજ લોકપ્રિય ક્રિકેટરો માં નામ આવતું હોઈ તો વિરાટ કોહલી નું કે જે લોકોમાં ખુબજ પ્રસિદ્ધ છે .અને વિરાટ કોહલી ભારતના વર્તમાન કેપ્ટન છે. અને સૌથી સારા બેટ્સમેન પણ છે, એ આપણે જાણીએ છીએ.

વિરાટ કોહલી પોતાના ક્રિકેટ કરિયર ની સાથે પણ પોતાના શોખ અને અમીરી નાં કારણે પણ ખુબજ પ્રખ્યાત છે. અને અમીરી ની બાબતમાં વિરાટ કોહલી તમામ ક્રિકેટરો કરતા આગળ છે. આ લેવલ પણ પહોંચવા માટે તેને ખુબજ અથાગ પરિશ્રમ અને મહેનત કરી છે. વિરાટ કોહલી ની કુલ સંપતી ની વાત કરીએ તો તે કુલ ૯૫૦ કરોડ રૂપિયા ની સમ્પતિ ધરાવે છે, તેમના સમ્પતિ ની વાત કરીએ તો મહત્વ ની વાત એ છે કે વિરાટ કોહલી પાસે કારનું કલેક્શન ખુબજ સારું છે.

તેમની પાસે ખુબજ મોંઘી મોંઘી ગાડીઓ છે, તેમાં ખુબજ મોંઘી ગાડીઓ ની વાત કરીએ તો ODI R8V10 તેની કિંમત લગભગ ૨.૬ કરોડ રૂપિયા છે.ત્યારપછી ઓડી એસ ૬ કે જેની કિંમત રૂ.૯૫ લાખ ત્યારબાદ રૂ. ૧ કરોડ ની ઓડી કયું ૭૪ ૨ ત્યારબાદ ૩ કરોડ ની ઓડી આર ૮ વી ૧૦ એલએમએક્સ ૬૨ લાખ ની રેન્જરોવર ૧.૨ કરોડ રૂપિયાની BMW અને સૌથી મોંઘી ગાડી ની વાત કરીએ તો રૂ.૪ કરોડ ની લેમ્બ્ર્ગીની પણ તેમની પાસે છે.આવી રીતે તેમની પાસે ફક્ત તેમની ગાડીઓ જ કરોડો રૂપિયાની છે, તેમની પાસે બીજી સમ્પતિ તો અઢળક છે.

વિરાટ કોહલી BCCI ક્રિકેટ અનુબ્ધે તેમને ડર વર્ષે રૂ.૭ કરોડ રૂપિયા આપે છે. અને વિરાટ ટેસ્ટ,વનડે,અને ટી-૨૦ ની મેચમાં રૂ.૧૫ લાખ થી માંડી ૩ લાખ રૂપિયા એક મેચ પર લે છે.વિરાટ કોહલી ના ક્રિકેટ સિવાય ના બીઝનેસ ની વાત કરીએ તો તે ઘણી કંપની ના બ્રાંડ નું વિજ્ઞાપન પણ કરે છે, તેમાં તેની આવક ની વાત કરીએ તો તે દર વર્ષે આ તમામ કંપની ના વિજ્ઞાપન ના ચાર્જ રૂ.૧૭૮.૭૭ કરોડ રૂપિયા લે છે. વિરાટ ઇન્સ્ટાગ્રામ માં પણ એક પોસ્ટ કરવાના રૂ.૫ કરોડ ચાર્જ કરે છે.

વિરાટ કોહલી ની પત્ની અનુષ્કા શર્મા તેના વિષે તો આપ સૌ જાણો છો, તે એક બોલીવુડ એક્ટર છે અને તેમની પાસે પણ ખુબ સંપતી છે. નવાઈ નું વાત એ છે કે વિરાટ અને અનુષ્કા રૂ.૮૦ કરોડ ના ઘરમાં રહે છે. વિરાટ અને અનુષ્કા બંનેની સમ્પતિ ની વાત કરીએ તો આ બંને ની પાસે કુલ રૂ.૧૩૦૦ કરોડ રૂપિયા ની સંપતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here