ગુજરાતમાં આ ગામમાં જન્મેલ અભિનેત્રીએ સલમાન ખાનની બિગ બોસ ની ઓફરને ઠુકરાવી દીધી, કારણ જાણશો તો ચોંકી જશો…
ગુજરાતમાં અનેક લોકપ્રિય અભિનેત્રી છે, ત્યારે આજે આપણે વાત કરીશું એક એવી અભિનેત્રીને જે હાલમાં જ ફ્રાન્સમાં યોજાયેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઢોલીવૂડ અભિનેત્રી તરીકે રેડ કાર્પેટ પર વૉક કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી બની.કોમલ ઠક્કર અઢળક રુલર ગુજરાતી ફિલ્મો, હિન્દી ફિલ્મો, નાટકો, સિરિયલ અને મ્યુઝિક વીડિયોઝમાં અભિનય કરનાર આ ગુજરાતી અભિનેત્રીએ ટીવીના લોકપ્રિય અને બહુ ચર્ચિત રિયાલિટી શો ‘બિગ બૉસ’માં કામ કરવાની ના પાડી દીધી હતી. આજે આપણે આ કારણ વિશે જાણીશું.
કોમલ ઠક્કર મૂળ કચ્છની છે અને તેની અભિનયની કારકિર્દીમાં આવેલા ઉતાર-ચઢાવ વિશે પણ વાતો કરી છે. આજે અભિનેત્રીના જીવન અને કારકિર્દી વિશે જાણીએ વધુ.કચ્છના ગાંધીધામમાં ઉછરેલી અભિનેત્રી કોમલ ઠક્કર છ બહેનો અને એક ભાઈ સાથે સંયુક્ત પરિવારમાં મોટી થઈ છે. કોમલને નાનપણથી જ ભણતરમાં ઓછો રસ હતો.ભણવામાં રસ ન હોવાથી ભણવાનું મુકીને કોમલ ઠક્કરે નાની ઉંમરમાં જ બ્યુટિશ્યન તરીકે કામ કરવાની શરુઆત કરી દીધી હતી. પોતાનું પાર્લર શરુ કર્યું હતું.
પાર્લરનું કામ કરતી વખતે તેના જીવનમાં એક દિવસ એવો વળાંક આવ્યો કે તેનું જીવન જ બદલાય ગયું અને તે મિસ કચ્છ બની ત્યારનાર જાહેરાતવાળા અને ફિલ્મો તરફથી કામ કરવાની ઓફર મળતી રહી અને તેને ગુજરાતી ફિલ્મોમાં
ફિલ્મોમાં ‘માય ફાધર ઇક્બાલ’ હિન્દી ફિલ્મનો પણ સમાવેશ છે. તેમજ ખાસ વાત એ છે કે, કોમલે ‘બિગ બૉસ’ની ઑફર નકારી કાઢી હતી. કારણકે શોમાં અભિનેત્રીને ત્રણ લફડાં કરવાનું કહેવામાં આવ્યું હતું. જેના જોઈએ તેટલા પૈસા આપવાની ઑફર હતી. પરંતુ અભિનેત્રીએ પોતાની વર્ષોથી બનાવેલી છાપ ખરાબ ન થાય તે માટે ઑફર ઠુકરાવી દીધી હતી. કોમલ ઠક્કરનું માનવું છે કે, ‘જો હું શોમાં લફડાં કરત તો તે ટીવી પર લોકો તે જ જોવાના હતા. કોઈ પણ વ્યક્તિ એ સમજત જ નહીં કે તે તો માત્ર શોનો ભાગ હતો. પછી મારી વર્ષોથી બનાવેલી ઈમેજ ખરાબ થઈ જાત.
આ શોમાં મારી ભૂમિકા જોઈને કદાચ ગામડામાંથી આવતા લોકોના મનમાં એ છાપ પડી જાત કે આ ઇન્ડસ્ટ્રીમાં તો આવું જ બધું ચાલતું હોય છે. તેને કારણે ગામડામાંથી ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવા માટે આવતા લોકો માટે મુશ્કેલીઓ ઉભી થઈ જાત.’ ખરેખર આ વાત કોમલનાં ચાહકો માટે ખૂબ જ હદયસ્પર્શી છે, કારણ કે તેને પૈસા થી વધારે તેમના ચાહકોનાં હદયમાં રહેલ પોતાના વ્યક્તિત્વનું વિચાર્યું.