EntertainmentGujarat

આ ભાઈ ને જોઈ ને ખજુરભાઈ યાદ આવી જશે ! કરે છે એવી સેવા કે જાણી ને સલામ કરશો….

આ જગતમાં માનવતા એજ મોટો ધર્મ છે. માનવ સેવા થકી પ્રભુ સેવાનું પુણ્યનું કાર્ય ભાગ્યે જ કોઈ વ્યક્તિ કરતા હોય છે. આજમા સમયમાં એવા ઘણા આશ્રમો અને સંસ્થાઓ આવેલા છે તેમજ ખજૂરભાઈ જેવા વ્યક્તિઓ માનવતા દર્શાવી રહ્યા છે, ત્યારે આજે અમે આપને વડોદરા શહેરના એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે ખજૂર ભાઈ જેવું જ કાર્ય કરી કરી રહ્યા છે. આ વડોદરાના યુવાને 1 વર્ષમાં ફૂટપાથવાસીઓને 30 હજાર ડિશ ભોજન પહોંચાડ્યું, રસ્તે રઝળતા 150 લોકોનું એવું તો મેકઓવર કર્યું કે તમે ઓળખી પણ ન શકો. ખરેખર આવી માનવતા નિઃસ્વાર્થ ભાવે દાખવી એ પુણ્યતાનું કાર્ય છે.

વડોદરા શહેસના નિરવ ઠક્કર દરરોજ ભૂખ્યાને સાત્ત્વિક ભોજન પહોંચાડે છે. છેલ્લા એક વર્ષમાં નિરવે 30 હજાર લોકોને ભોજન કરાવીને તેમની જઠરાગ્નિ ઠારવાનું કાર્ય કર્યું છે. શ્રવણ બનીને ફૂટપાથ પર દેખાતા લોકોની સેવાનું કામ કરે છે. નિરવે ભીખારીની જેમ ભટકતા 150થી વધુ લોકોનું મેકઓવર પણ કર્યું છે. આજથી એક વર્ષ પહેલા કોરોના કાળમાં જ્યારે અમે હોસ્પિટલમાં સેવા એક બહેન રોડ પર ઘસડાઈને ચાલી રહ્યા હતા. એમના પરિવારમાં કોઈ હતું નહીં, જેથી અમે તેમને સતત એક મહિના સુધી જમવાનું પહોંચાડ્યું હતુ.

સુરતના આશ્રમમાં રહેવાની સુવિધા કરીને ત્યાં મૂકી આવ્યા હતા. ત્યારથી અમે ફૂટપાથ પર નિઃસહાય જીવન જીવતા લોકોને જમવાનું પહોંચાડવાનું શરૂ કર્યું હતું. તેઓ 70થી 80 જેટલા લોકોને જમાડે છે અને લોકોને પંજાબી, દાલફ્રાય રાઈસ, શાક રોટલી, ગુંલાબજાંબુ અને સેવઉસળ સહિતનું ભોજન આપે છે. આ ઉપરાંત રસ્તા પર રહેતા લોકોના વાળ, કાઢી કપાવી, તેમને નવડાવી અને નવા કપડા પહેરાવીને તેમનું મેકઓવરનું પણ કરીએ છીએ. તેમનું મેકઓવર કરીને તેમને કપડાની નવી જોડી અને હાઇજીન કીટ આપે છે.

અત્યાર સુધીમાં 3500 લોકોને હાઇજીન કીટ આપી છે. અમારી 20થી 25 લોકોની ટીમ છે. જે હંમેશા કામ કરવા માટે તત્પર હોય છે. ભવિષ્યમાં કોઈ સ્થળે આવા લોકોને રહેવા માટેની જગ્યા ઉભી કરવાનું પ્લાનિંગ છે. ફૂટપાથ પર રહેતા લોકોને જમાડવા માટે રોજનો 5થી 6 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. છેલ્લા એક વર્ષમાં અંદાજે 20 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. સૌના સાથ સહકારથી અને દાતાના સહયોગથી યુવાન શ્રવણ બનીને ફૂટપાથ પર દેખાતા લોકોની સેવાનું કામ કરે છે. એ ખરેખર પ્રેરણાદાયી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here