શિવ ભક્તિ કરો તો આવી! જૂનાગઢના વૃદ્ધએ શ્રાવણ માસમાં કરી રહ્યા છે આવી સેવા કે જાણીને સલામ કરશો…
આ જગતમાં પ્રભુ ભક્તિ સૌ કોઈ કરે છે પરંતુ જીવન કલ્યાણ અર્થે માનવ સેવા દ્વારા પ્રભુની સેવા કરવી એ ભાગ્યે જ કોઈ વ્યક્તિ કરતું હોય છે. આજે અમે આપને એક એવા જ વ્યક્તિ વિશે જણાવશું, જેઓ નિઃસ્વાર્થ ભાવે લોકોની અવિરત સેવા કરતા આવે છે, તેમના જીવનનો એક માત્ર હેતુ માનવ કલ્યાણનો છે. ચાલો અમે આપને જણાવીએ જૂનાગઢ શહેરના એક એવા વૃદ્ધ વિશે જેઓ ગરીબ બાળકો અને સર્ગભા બહેનો માટે એવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે કે જાણીને તમને પણ ગર્વ થશે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ શુભ અવસરે ભાવિ ભક્તો શિવજીની પ્રસન્ન કરવા અને ભક્તિ ભાવ સાથે પૂજા અર્ચના કરી રહ્યા છે. આમ પણ શ્રાવણ માસમાં શિવજી પર પાણી તેમજ દૂધના અભિષેકનો વિશેષ મહિમા છે. અભિષેક કરવો એ આપણી પરંપરા છે પરંતુ ભગવાન ભાવ નાં ભૂખ્યા છે, તેમના પર એક લોટો અભિષેક કરો કે એક દૂધની ધારા વરસાવો તો પણ એ તમારા ભાવને સ્વીકાર કરે છે.
આ શ્રાવણ માસમાં ભક્તો દ્વારા દુધનો ભવ્ય અભિષેક કરવામાં આવે છે, ત્યારે શિવજીના લિંગ પર ચડેલું દૂધ ગટરમાં ન જાય અને તે દૂધનો સદુપયોગ થાય તે માટે જુનાગઢનાઆ વૃદ્ધ મિલ્ક બેંક ચલાવી રહ્યા છે. ચાલો આ વૃદ્ધ વિશે અમે આપને પરિચય આપીએ તો , તેમનું નામ ઓન્લી ઇન્ડિયન છે અને તેઓ આવી જ અનેક સેવાકીય પ્રવૃતિઓ કરે છે. ખાસ તો શ્રાવણ મહિનામાં તે અલગ પ્રકારની મિલ્ક બેંક ચલાવે છે.
હાલમાં તેઓ જૂનાગઢ શહેરના શિવાલયોમાં તે દૂધના કેરબા મૂકી આવે છે અને ભક્તોને વિનંતી કરે છે કે, શિવલિંગ પર અભિષેક બાદ થોડું દૂધ આ કેરબામાં પણ નાખો.જેથી ભાવિકો પોતે લાવેલા દૂધમાંથી થોડું દૂધ કેરબામાં પણ નાંખે છે.
શિવ સાથે જીવનું કલ્યાણ તેનો મંત્ર છે અને કુપોષણ સામે પોતે શ્રાવણ મહિનામાં અથાગ પ્રયાસ કરે છે. ભાવિકોનું કહેવું છે કે, સાચી ભક્તિ સાથે સેવા તે સૌથી મોટો યજ્ઞ છે. ખરેખર આજના સમયમાં આવી માનવતા દાખવી એ સૌથી મોટી વાત છે, માત્ર વાતો કરવી અને ભકતી કરવી એ પ્રભુ માટે પર્યાય નથી પરંતુ માનવ સેવા થકી પ્રભુને પ્રસન્ન કરવા જોઈએ.