EntertainmentGujarat

ગુજરાત ના આ જીલ્લા મા ઘડીયાળ ના કાટા ઉંધા ફરે છે ! કારણ એટલુ જ રોચક છે… જાણો વિગતે..

જેમ તમે જાણોજ છો કે આપણા માટે જો કોઈ ખુબજ કિંમતી હોઈ તો તે સમય છે. તેમજ આપણે દિવસમાં ઘણી વખત ઘડિયાળમાઁ સમય જોતાજ હોવ છો. મોબાઈલ સમય તેમજ કાંડા ઘડીયાળ સમય પણ લોકો દિવસમાં ઘણી વખત જોતાજ હોઈ છે આમ દુનિયામાં બધીજ ઘડિયાળ સરખીજ હોઈ છે પરંતુ તેમનો ટાઈમ દેશ પ્રમાણે અલગ અલગ હોઈ છે. પરંતુ શું તમે કોઈ દિવસ જોયું છે કે ઊંધી ઘડિયાળ પણ લોકો વાપરે છે જે ગુજરાતના આ જિલ્લાના આદિવાસીઓ છે. આવો તમને વિગતે જણાવીએ.


ગુજરાતના દાહોદ જિલ્લાની અને ત્યાંના આદિવાસી સમુદાયની. આદિવાસી સમુદાય અને ઊંધી ઘડિયાળો વચ્ચે શું છે કનેક્શન? કેમ અહીં ઘરેઘરે ઘડિયાળના કાંટા ફરે છે ઊંધા? આખી દુનિયાને સમય બતાવતી ઘડિયાળને આ સમુદાયે આજ સુધી કેમ નથી સ્વીકારી? વાત કરીએ તો આદિવાસી પ્રજાતીની વિશે હંમેશા રસપ્રદ રીવાજો, પ્રથા સાંભળવા મળતા હોય છે. દરેક પ્રજાતીની પોતાની માન્યતા, રીત રીવાજો હોય છે જે એકબીજાથી તદ્દન અલગ હોય છે. પરંતુ બધી આદિવાસી પ્રજાતીમાં એક સામ્યતા જોવા મળે છે કે તે પ્રકૃતિ સાથે સંકળાયેલા હોય છે. અને આ પ્રકૃતિએ જ આપ્યો ઊંધી ઘડિયાળનો વિચાર. ગુજરારાતના દાહોદ જિલ્લામાં આ પ્રકારની ઉંઘી ઘડિયાળનું ચલણ ખુબ જ વધી ગયું છે.

આમ અહીંના દરેકમાં ગામમાં ઘરે ઘરે તમને આ પ્રકારની ઘડિયાળ દિવાલ પર જોવા મળશે. ખાસ કરીને આદિવાસી સમુદાયમાં આ ઘડિયાળ તેમની સંસ્કૃતિનું પ્રતિક છે. આદિવાસી સમાજના નૃત્ય, તેમની પરંપરાઓ, તેમની રહેણી-કરણી અને તેમની રિત-રિવાજો અન્ય સમાજો કરતા અલગ અને અનોખા છે. એજ રીતે આ એન્ટી ક્લોક પણ આદિવાસી સમાજનું અનોખું પ્રતિક છે. જેને હવે અન્ય લોકો પણ અપનાવી રહ્યાં છે. દાહોદના આદિવાસીઓનું માનવું છે કે પ્રકૃતિ એન્ટી ક્લોકવાઈઝ કામ કરે છે. સૂર્ય એન્ટી ક્લોકવાઈઝ ઉગે અને આથમે છે. પાણીમાં ઉ્દ્ભવતા ભ્રમર એન્ટી ક્લોકવાઈઝ ભ્રમણ કરે છે. પૃથ્વી પણ એન્ટી ક્લોકવાઈઝ ભ્રમણ કરે છે.અને આ જ નિયમ પ્રમાણે તેમની સંસ્કૃતિ પણ કામ કરે છે. આદિવાસી સમાજના લગ્ન પ્રસંગે ફેરા પણ એન્ટી ક્લોકવાઈઝ દિશામાં જ ફેરવવામાં આવે છે.આ ઉપરાંત મરણ પછીની અંતિમક્રિયાની વિધીમાં પણ એન્ટી ક્લોકવાઈઝ દિશા જ ધ્યાનમાં રખાય છે.

તેમજ ઘડિયાળ વિશે વાત કરીએ તો આ ઘડિયાળ વિવિધ મટીરીયલ જેમકે લાકડું, સનમાઈકા ,પ્લાસ્ટિક વગેરેમાં બનાવવામાં આવે છે. આદિવાસી સમાજનું પ્રતીક માનવામાં આવે છે આ ઉંઘી ઘડિયાળો. આદિવાસી સમાજનું માનવું છેકે, આ પ્રકારની ઘડિયાળો અપનાવવાથી આપણો સમય સારો રહે છે. આપણું હંમશા મંગળ કરે છે આ એન્ટી ક્લોક. તેમજ માત્ર ગુજરાત જ નહીં પણ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અને ઝારાંડના આદિવાસી સમુદાયોમાં ઉલ્ટી ઘડિયાળ એક જનઆંદોલન બની ચુકી છે. આ ઘડિયાળની ખરી શરૂઆત ક્યાંથી થઈ તે કહેવું તો મુશ્કેલ છે. પણ ગુજરાતના દાહોદમાં આ ઘડિયાળની બોલબાલા સૌથી વધારે છે. આમ આદિવાસી સમાજને તેની સંસ્કૃતિ સાથે જોડી રાખવાના વિચારથી જ આ ઘડિયાળ બનાવવામાં આવી છે. તેમનું માનવું છે કે આ ઘડિયાળ જોઈને લોકોને સતત ધ્યાન રહેશે કે તેમની સાચી સંસ્કૃતિ શું છે. અને આ સંસ્કૃતિ લુપ્ત ના થાય તે માટે આ ઘડિયાળનું ઉત્પાદન શરૂ કરાયું. આજથી 5 વર્ષ પહેલા આ સમાજના અમુક આગેવાનો એ આ ઘડિયાળ બનાવવાની શરૂઆત કરી હતી ત્યારથી અત્યાર સુધી અંદાજીત 1.5 લાખથી પણ વધુ ઘડિયાળ વેચાઈ ચૂકી છે”

આમ આ ઘડિયાળ જેટલી આદિવાસી સમાજ માટે સંસ્કૃતિનો ભાગ છે તેથી વધુ બીજા સમાજના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ઘર સુશોભન માટે કે યાદગીરી તરીકે રાખવા માટે મોટી સંખ્યામાં લોકો આ અનોખી ઘડિયાળ તરફ આકર્ષિત થયા છે. તેમજ આદિવાસી સમાજ માટે સંસ્કૃતિની યાદગીરી અને અન્ય સમાજ માટે ડેકોરેટીવ ઘડિયાળે હાલ તો લોકોના મનમાં અને ચર્ચામાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here