EntertainmentGujarat

સમય નો ખેલ ! એક સમયે લાલ બત્તી ની ગાડી મા ફરતી આ મહીલા આજે બકરીઓ ચરાવવા મજબુર

કહેવાય છે ને કે સમયનું ચક્ર ક્યારેય પણ બદલાઈ શકે છે અને એમાં પણ ક્યારે નસીબ ખુલી જાય કે જે રંકને પણ રાજા બનાવી શકે છે, તો ક્યારે નસીબ ફૂટી પડે તો રાજા પણ રંક બની શકે છે. જીવનમાં એક વાત યાદ રાખવી કે, દરેક દિવસો સુખના નથી હોતા. ક્યારેક સમય ની સાથે ઘણુ બધુ બદલાઈ જાય છે. તમારું જીવન રાતો રાત બદલાઈ શકે છે. આજે અમે એક એવી મહિલા વિશે વાત કરીશું જે એક સમયે લાલ બતી વાળી ગાડીઓ માં મંત્રીઓની જેમ ફરતી હતી અને આજે એવો સમય આવ્યો છે કે, ગાય-બકરી ઓ ચરાવી રહી છે.

આ વાત છે, મધ્ય પ્રદેશના શિવપુર ગામની આદિવાસી મહિલા જુલિની! એક સમય એવો હતો કે, જુલી મધ્ય પ્રદેશની અધ્યક્ષ હતી પરંતુ આજે વર્તમાન સમયમાં તે બકરીઓ ચરાવીને પોતાનું જીવન ગુજરી રહી છે અને પરિવારનું ભરણ પોષણ કરે છે. આ પહેલા તે મજૂરીનું કામ કાજ કરતી હતી અને અચનાક એનું ભાગ્ય ત્યારે બદલાઈ ગયુ જ્યારે કોલારસ નાં પૂર્વ મંત્રી સિંહ યાદવ દ્વારા તેને વર્ષ 2005માં જિલ્લા પંચાયત ની સદ્દસ્ય બનાવવમાં આવી અને તેનું ભાગ્ય તેની સાથે જ હતુ.

આ ઘટના બાદ તેને શિવપુરીના વિધાયક દ્વારા પંચાયત જેલ ની અધ્યક્ષ બનાવવામાં આવી અને 5 વર્ષ સુધી તેને આ પદ પર બિરાજમાન રહી ને ખૂબ જ પસિદ્ધ મેળવી તેમજ તેનું જીવન પણ સુખ સમૃદ્ધિ થી ભરપૂર બની ગયું હતું. મત્રીઓની સાથે જ તે લાલ બતી વાડી ગાડીઓમાં ફરતી હતી અને તમને જાણીને નવાઈ લાગશે કે દરેક વર્ગના લોકો તેનું સન્માન કરતા હતા.રાજનીતિમાં તેને પોતાનું આગવું સ્થાન બનાવ્યું. આમ પણ કહેવાય છે ને કે, સમય તેનું ચક્ર ફેરવે છે.

આજે સમય એવો બદલાઈ ગયો છે કે, રાજનીતિના નેતાઓ પણ તેની સામે જોઇને મોઢું ફેરવી જાય છે. જાને તેનું હવે પહેલા જેવું માન રહ્યું નથી. આ બન્યું એવી રીતે કે પાંચ વર્ષ સુધી તો કાર્યકાળ સારો રહ્યો પરતું બીજી ટર્મમાં તેને હારનો સામનો કરવો પડ્યો અને ત્યારબાદ તેને પંચાયતમાંથી બહાર કરવામાં આવી. પદ ગુમાવ્યા પછી ઘરની જવાબદારી તેના માથે આવી પડી મજબૂરીઓના કારણે આજે બકરીઓ ચરાવીને પોતાનું જીવન જીવે છે.

આજે એક નાની એવી ઝૂંપડીમાં રહે છે. તેણે સરકાર દ્વારા ઇન્દિરા ગાંધી આવાસ યોજના દ્વારા મકાન બનાવવાની મજૂરી મળી હતી પણ એ કામ અટકી ગયું ભષ્ટ્રચ્ચાર ન લીધે અને આજે સરકારી જમીનમાં ઝુંપડી બનાવીને રોજ 50/60 રૂપિયા મળે છે રોજના બકરી ચરાવવાના બસ આવી જ રીતે કામ કરીને ઘર ચલાવે છે. આ વાત પરથી શીખવા મળે કે સમય સાથે બધું જ બદલાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here