સોનાનાં તારનાં કપડાં અને સોના-હીરા જડિત મહેલ તેંમજ 7000 કારો..જાહોજલાલી ભર્યું જીવન જીવે છે આ વ્યક્તિ
ભારતમાં આજે જો રાજા રજવાડા હયાત હોત તો તેમનું જીવન ખૂબ જ વૈભવશાળી અને સમૃદ્ધ પણ હોત. આજે ભલે જગતમાં રાજાશાહી નો અંત આવ્યો પરતું હાલમાં આજે અમે આપને એક એવા વ્યક્તિ ની જિંદગી વિશે જણાવીશું જેનું જીવન ખૂબ જ સમૃધ્ધ અને જહાજલાલી થી ભરેલું છે. આ વૈભવશાળી જીવન જોઈને તમને પણ આશ્ચય થાય કે, આ વ્યક્તિ આટલી સંપત્તિ વાપરી કેમ શકે છે. જીવનમાં પૈસા અઢળક હોય છે પરતું આ વ્યક્તિ પાસ તો જાણે પૈસા ની ખાણ કેમ ન હોય.
હાલમાં એક એવો દેશ છે, જ્યાં સાશન કરે છે કે,સુલતાન અને આ સુલતાન નું જીવન ખૂબ જ સમૃદ્ધશાળી છે.બ્રુનેઈમાં સુલતાન હસનલ બોલકિયાનું શાસન છે. દેશની મોટા ભાગની આવક તેલ અને ગેસની નિકાસમાંથી થાય છે. સુલતાન હાજી હસનલ બોલકિયાહ અત્યંત ધનાઢ્ય બ્રુનેઇના સુલતાન વિશે એવું કહેવાય છે કે તેમના કપડાંમાં એમ્બ્રોડરી માટે પણ સોનાનાં તાર વાપરવામાં આવે છે.
વિચાર કરો જેમનાં કપડાં સોના ચાંદીના તાર થી મઢેલા હોય એનું જીવન કેટલું મોંઘી અને રૂડું હશે?બ્રુનેઇના સુલતાન હસનલ બોલ્કીઆની ગણતરી વિશ્વના સૌથી ધનિક સુલતાનોમાં થાય છે, તેઓ 1980 સુધી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા. હસનલ બોલ્કિયાની સંપત્તિ રૂ. 14,700 કરોડથી વધુ છે અને તેની કમાણીનો સૌથી મોટો સ્રોત ક્રૂડ અને કુદરતી ગેસ છે.
બ્રુનેઇના સુલતાન હસનલ બોલકીઆ જે મહેલમાં રહે છે, તે સોનામાં મઢેલો છે. ઇસ્તાના નુરુલ ઇમાન પેલેસ નામનો આ મહેલ વર્ષ 1984 માં બંધાયો હતો અને તે 2 મિલિયન ચોરસફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. આ મહેલનો ગુંબજ 22 કેરેટ સોનાથી ભરેલો છે.આ મહેલની કિંમત 2500 કરોડથી વધુ છે. આ મહેલમાં 1700 થી વધુ રૂમ છે, જ્યારે 257 બાથરૂમ અને પાંચ સ્વિમિંગ પુલ છે
મહેલમાં ગાડીઓ રાખવા માટે 110 ગેરેજ સિવાય 200 ઘોડાઓ માટે એરકન્ડિશન્ડ તબેલા છેસુલતાન હસનલ બોલીકિયા પાસે 7000 લક્ઝરી કાર છે, જેની કિંમત આશરે 341 અબજ રૂપિયા છે. સુલતાન પાસે તેની કારના સંગ્રહમાં 600 રોલ્સ રોયસ અને 300 ફેરારી છે. હવે વિચાર કરો જેમની પાસે આટલી સંપત્તિ હોય એની સામે તો મુકેશ અંબાણી ટૂંકા પડે કે નહીં!